ચોરી:લીમખેડાની બીજી શાળામાં તસ્કરો ત્રાટક્યા, માઈક,એલસીડી સહિત 18 હજારનો મુદ્દામાલ ચોરાયો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી છતાં ટોળકી પોલીસ પકડથી દુર

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામે એક પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી. રૂા.18,000નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવાઈ છે.

શાળાનું તાળુ તોડી તસ્કરો અંદર ઘુસ્યા
લીમખેડા તાલૂકાના ચીલાકોટા ગામે આવેલી એક પ્રાથમિક શાળાના બંધ મકાનનુ તાળુ તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. રુમમા મુકેલુ માઈક વિથ સ્પિકર અને એલ.સી.ડી. વિગેરે મળી કુલ રૂા. 18,000ની મુદ્દામાલની ચોરી કરી લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ સંબંધે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને લીમખેડા તાલુકાના વડેલા ગામે રહેતાં બુધાભાઈ મગનભાઈ પટેલે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પખવાડિયામાં જ ચાર શાળાઓમા ચોરીઓ થઈ
અત્રે ઉલ્લેખનિય છે કે આ પહેલા થોડા દિવસો અગાઉ જ દાહોદ તાલુકાની રામપુરા,ગરબાડા તાલુકાની કથોલિયા અને લીમખેડા તાલુકાની ખીરખાઈ ગામની પ્રાથમિક શાળાઓમા તસ્કરો ત્રાટક્યા હતા.આ બધી શાળાઓમાંથી ઈલેક્ટ્રોનિક ઉપકરણો જ ચોરાયા છે.ત્યારે કોઈ ચોક્કસ ટોળકી જ શાળાઓમાં ચોરીઓને અંજામ આપતી હોવાની પ્રબળ સંભાવનાઓ રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...