તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબુરી:દાહોદમાં નાના વેપારીઓ પોતાની દુકાન બહાર જ બીજો ધંધો કરવા મજબુર

દાહોદ3 મહિનો પહેલા
  • સરકારના આદેશ મુજબ પોતાની દુકાન ખોલી ન શકતા ઓટલે બેસી પેટિયું રળવા મજબુર વેપારીઓએ ફળ ફળાદિ કે સેનેટરાઈઝરની હાટડીઓ માંડી

આંશિક બંધને પગલે દાહોદ શહેરમાં મોટા ભાગના ધંધા, રોજગાર બંધ જોવા મળી રહ્યાં છે. અને તેમાંય ખાસ કરીને કપડા, ચપ્પલ, સલુન, વાસણ ભંડાર સહિત નાના વેપારીઓને પોતાનું જીવન નિર્વાન કરવું અને રોજી રોટી કમાઈ ઘર ચલાવવનું હાલ મુશ્કેલ થઈ રહ્યું છે. જેને પગલે આવા નાના વેપારીઓ દ્વારા પોત પોતાની દુકાનની બહાર દુકાન બંધ રાખી ઓટલા પર શાકભાજી, ફળફ્રુટનું વેચાણ, માસ્ક, સેનેટરાઈઝરનું વેચાણ કરવા મજબુર બન્યા છે.

વેપારીઓને ઘર, પરિવાર સહિતનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યુ

કોરોના કાળે સૌ કોઈને ઘુટણીયે ટેકવી દીધા છે. તેમાંય મધ્યમ વર્ગીય લોકોની હાલત તો અત્યંત કફોડી બની રહી છે. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ બંધ, રાત્રી કરફ્યુ જેવા માહોલમાં સરકાર દ્વારા કોરોના સંક્રમણનો વ્યાપ ન વધે અને ભીડભાડ ન થાય તેવા ઉદ્દેશ્ય સાથે બિન જરૂરીયાત વેપાર ધંધા પર રોક લગાવી છે. આવા સમયે ખાસ કરીને નાના વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના રોજગાર ધંધા બંધ રહેતા નાના વેપારીઓને ઘર, પરિવાર સહિતનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.

વેપારીઓ શાકભાજી, ફળ ફ્રુટ વેચી ગુજરાન ચલાવે છે

દાહોદ શહેરમાં આવા નાના વેપારીઓની દુકાન તો બંધ છે. પરંતુ આવા સમયે તેઓ દ્વારા સરકારના આદેશોનું પાલન કરી પોતાની દુકાન બંધ તો રાખી જ રહ્યાં છે. પરંતુ તેઓની હાલત અત્યંત કફોડી બની છે. આવા સમયે દુકાન બંધ રાખી દુકાનની બહાર શાકભાજી, ફળફ્રુટ, માસ્ક, સેનેટરાઈઝર સહિતની સામગ્રી વેચતા પણ નાના વેપારીઓ નજરે પડી રહ્યાં છે. દાહોદમાં આવાજ એક વેપારી સાથે વાતચીત કરતાં તેઓએ ગળગળા અવાજે જણાવ્યું હતું કે, હાલ જ્યારે રોજગાર, ધંધા બંધ છે ત્યારે પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાથી પોતે શાકભાજી, ફળ ફ્રુટ વેચી ગુજરાન ચલાવે છે.

વેપારીઓમાં આવા સમયે છુપો આક્રોશ

લોનના હપ્તા પણ ચુકવવા પડે છે. માટે આવા સમયે રોજીરોટી મળી રહે તે માટે તેઓ દ્વારા દુકાનની બહાર ફળફ્રુટ સહિતની સામગ્રી વેચી રહ્યાં છે. દાહોદ શહેરમાં આવા તો ઘણા નાના વેપારીઓ છે. જેઓ દેવાના ખપ્પરમાં હોવા છતાં હિંમત ન હારી આવા કપરા સમયે પણ કોઈને કોઈ વેપાર ધંધો કરી ગુજરાન ચલાવી રહ્યાં છે. અને સરકારના નિર્ણયોનું પાલન કરી રહ્યાં છે. બીજી તરફ લઘુ ઉદ્યોગો, નાના વેપારીઓના તો રોજગાર ધંધાજ ઠપ્પ થઈ ગયાં છે અથવા તો બંધ થઈ ગયાં છે. ઘણા વેપારીઓમાં આવા સમયે છુપો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ પરિસ્થિતીને આધીન તેઓ કશું કરી ન શકતાં હોવાનું પણ દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે સંલગ્ન તંત્ર અને સરકાર દ્વારા આવા નાના વેપારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરે તેવી લાગણી અને માંગણી પણ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...