તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવ હત્યા:ઈદના તહેવારે દાહોદના ઘાંચીવાડ  નજીકથી ત્રણ ગૌવંશની કતલ કરાતા ચકચાર મચી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવદયા પ્રેમીઓને બાતમી મળતા પીછો કર્યો પરંતુ હત્યારા ફરાર થયા બાજુના મકાનમાંથી હથિયાર અને ગૌમાસ મળી આવ્યુ

દાહોદ શહેરના ઘાંચીવાડ સ્થિત માળીના ટેકરા નજીકથી જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ત્રણ ગૌવંશનુ માસ ઝડપી પાડ્યુ હતુ. જોકે જીવદયા પ્રેમીઓની ટીમને જોઈ ઈસમો રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ આ બનાવ અંગ દાહોદ ટાઉન પોલીસે સ્થળ પર પહોંચી જીવદયા પ્રેમીઓની સાથે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરતા એક મકાનમાંથી ગૌહત્યાના હથિયારો તેમજ ખુલ્લી જગ્યામાંથી ગૌમાંસનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે.

ગૌહત્યા કરનાર ઈસમો ભાગી છૂટવામાં સફળ થયા

દાહોદના જીવદયા પ્રેમીઓને ખાનગી બાતમી મળી કે ઈદને લઈ દાહોદના ઘાંચીવાડ વિસ્તારમાં સ્થિત માળીના ટેકરા નજીક નદી કિનારે વોહરા કબ્રસ્તાનની પાછળ ગૌવંશ કાપવામાં આવી રહ્યાં છે. જેની જાણ થતાં જ તાબડતોબ દાહોદના જીવદયા પ્રેમીઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે દૂરથી જીવદયા પ્રેમીઓની ટીમને જોતા ગૌહત્યા કરનાર ઈસમો ભાગી છૂટવામાં સફળ થયા હતા.

તપાસ કરતા 3 ગૌવંશ કપાયા હોવાની જાણકારી મળી

જીવદયા પ્રેમીની ટીમ દ્વારા ગૌહત્યા કરનાર ઈસમોનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓ અંધારાનો લાભ લઇ ભાગી છૂટવામાં સફળ થયા હતા. ત્યારબાદ જીવદયા પ્રેમીની ટીમ દ્વારા આસપાસ તપાસ કરતા 3 ગૌવંશ કપાયા હોવાની જાણકારી મળી હતી. વધુ તપાસ કરતા કટીંગ કરેલા મૃતદેહ નજીક એક રહેણાંક ઘરમાં કતલ કરવાના હથિયારો તેમજ હથિયારો નજીક થેલામાં ગૌમાસ મળી આવ્યું હતું. જીવદયા પ્રેમીઓએ આ અંગેની જાણ પોલીસ કન્ટ્રોલમાં કરવામાં આવી હતી. દાહોદ ટાઉન પોલીસે બનાવ અંગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...