ચોર ઝડપાયા:ફતેપુરાની વાંદરિયા પૂર્વ પ્રાથમિક શાળામા ચોરી કરનાર બાળ કિશોર સહિત 6 ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમ્પ્યુટર સહિત 20 હજાર 500 મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતાં

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વાંદરીયા પુર્વ ગામની એક પ્રાથમીક શાળામાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી સીપીયુ, મોનીટર, એલ.ઈ.ડી. વિગેરે કોમ્પ્યુટર સંશાધનોની ચોરી કરી હતી. કુલ રૂ.20 હજાર 500ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં. આ મામલે ફતેપુરા પોલીસે ગુનાનો ભેગ ઉકેલવા તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરતાં આ ચોરીમાં સામેલ એક બાળ કિશોર સહિત 6 જણાને ફતેપુરા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં છે.

ફતેપુરા તાલુકાના વાંદરીયા ગામેથી તસ્કરોએ રૂ.20 હજાર 500ની કોમ્પ્યુટર સંશાધનોની ચોરી કરી નાસી ગયાં હતાં. આ મામલે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેને પગલે ફતેપુરા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરતાં મળેલ બાતમીના આધારે આ ચોરીને અંજામ આપનાર બાળ કિશોર સહિત 6 જણાને પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં સંજય ઉર્ફે સુભાષ બાબુ કટારા (રહે. વાંદરીયા), દિલીપભાઈ ગૌતમભાઈ કટારા (વાંદરીયા), જયેશભાઈ મોહનભાઈ પારગી (રહે. નાની ચરોલી), મહેશભાઈ રામજીભાઈ મછાર (રહે. ગાંગડતળાઈ) અને સુક્રમભાઈ રમસુભાઈ ગરાસીયા (રહે. બોરકુંડા)ને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...