ભાદરવો ભરપુર:દાહોદના સીંગવડમાં ગત વર્ષથી 23 મિમી વધુ વરસાદ, બીજા તમામ તાલુકામાં ઘટ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના તમામ ડેમમાં પાણીની સ્થિતિ હજુ પણ ઘટ જ ધરાવી રહી છે

દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વરસાદ મામલે ભાદરવો ભરપુર જઇ રહ્યો છે. તે છતાય ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદમાં ઘટ નોંધાઇ છે. દાહોદ જિલ્લામાં આમ તો ખેતી માટે વરસાદ સંતોષકારક છે પરંતુ આ વખતે ડેમોમાં જોઇયે તેટલી પાણીની આવક થઇ નથી.ગત 12મી તારીખે જિલ્લા અને મધ્ય પ્રદેશના સરહદી જિલ્લામાં થયેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક થઇ હતી. હાલમાં માત્ર ઉમરિયા ડેમ તેની પૂર્ણ સપાટી સુધી પહોંચી શક્યો છે. દરેક તાલુકામાં ગત વર્ષ કરતાં આ વર્ષે સરેરાશ ચાર ઇંચની ઘટ સર્જાઇ રહી છે.

છેલ્લા એક સપ્તાહથી આખા જિલ્લામાં વરસાદ નોંધાઇ રહ્યો છે ત્યારે ગુરુવારના રોજ તો ગરબાડામાં 18, ઝાલોદમાં 49, દે.બારિયામાં 10, દાહોદમાં 19, ધાનપુરમાં 9, ફતેપુરામાં 50, લીમખેડામાં 4, સંજેલીમાં 15 અને સીંગવડમાં 5મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારે શુક્રવારના રોજ પણ આખા દાહોદ જિલ્લામાં વાતાવરણ વાદળછાયુ જોવા મળ્યું હતું. જિલ્લામાં કેટલીક જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાયા હતાં. ગત વર્ષ કરતાં આ વર્ષે દરેક તાલુકામાં વરસાદની ઘટ નોંધાઇ રહી છે. માત્ર સીંગવડ તાલુકામાં જ ગત વર્ષ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે.

જળાશયોમાં પાણીની સ્થિતિ

ડેમપૂર્ણ સપાટી12 સપ્ટે17 સપ્ટે.
પાટાડુંગરી170.84167.82168.03-
માછણનાળા277.45274.4274.9
કાળી-2257252.9253.7
ઉમરિયા280279.3279.75
અદલવાડા237.3236.1236.3
વાંકલેશ્વર223.58220.28220.44
કબુતરી186.3181.6182.3
હડફ166165.95166.2

17 સપ્ટે.ના 2 વર્ષની વરસાદની સરખામણી

તાલુકો20212020વધઘટ
ગરબાડા404595191-
ઝાલોદ30338885-
બારિયા380596216-
દાહોદ556694138-
ધાનપુર385638253-
ફતેપુરા50360299-
લીમખેડા284481197-
સંજેલી46255593-
સીંગવડ35132823+

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...