આત્મહત્યા:દેવગઢ બારીઆના સીંગેડીમા યુવતીએ અગમ્ય કારણોસર ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષની વયે જ જીવન લીલા સંકેલી લેતાં ઘણાં પ્રશ્નાર્થ સર્જાયા

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામે એક 18 વર્ષીય યુવતીએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી.આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

ઘરના સરા પર ઓઢણી વડે ફાંસો ખાધો
ગત તા. 5મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાના સીંગેડી ગામે રહેતા 18 વર્ષીય પુષ્પાબેન ગોકળભાઈ ધારવાએ અગમ્યકારણોસર મનમાં લાગી આવતાં પોતાના ઘરમાં સરા ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

પોલીસે આવી મૃતદેહ નીચે ઉતાર્યો
ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલી પોલીસે મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યાં હતાં.આ યુવતિએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.એવી કોઈ સાબિતી પણ હાથ લાગી નથી કે જેનાથી કોઈ સંકેત મળી શકે અને દિશામાં તપાસ આગળ વધારી શકાય.

અકસ્માત મોતનો ગુનો નોંધવામા આવ્યો
આ સંબંધે મૃતકના પિતા ગોકળભાઈ હીમંતભાઈ ધારવાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...