ખળભળાટ:ઝાલોદના કારઠમાં એક સાથે 2 ક્રુઝરની તસ્કરી

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને ઘર આંગણામાં મૂકી રાખી હતી

કારઠથી ઘર આંગણામાં મુકેલી બે ક્રુઝર ગાડી ચોરાતા ખળભળાટ મચી ગયો હતો. ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.કારઠના મિનેશ રાવળે જીજે-17-બીએન-7491 નંબરની તથા અનીલભાઇ જેસીંગભાઇ ડામોરની પણ જીજે-31-એ-3639 નંબરની ક્રુઝર ગાડી તા.15મીની રાત્રે ફળિયામાં રહેતા કલસીંગભાઇ હીરાભાઇ નીનામા ઘર આંગણામાં મુકી હતી.

તે દરમિયાન રાત્રીના સમયે આ બન્ને ગાડીઓને નિશાન બનાવી ચોર ઇસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઇ ગયા હતા. સવારે બન્ને ગાડીઓ જોવા ન મળતાં આજુબાજુમાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે મિનેસભાઇ કમજીભાઇ રાવળની ફરિયાદના આધારે લીમડી પોલીસે ગુનો નોંધી ચોર ઇસમોની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...