ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં 85 લાખની વસ્તીએ 10 ટકાને સીકલસેલ એનીમીયા તેમજ 70 હજાર જેટલા લોકોને ગંભીર સીકલસેલ એનીમીયા છે. સરકારી વિભાગમાંથી આ આંકડો સામે આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગત મહિને દાહોદ ખાતેના આદિજાતિ મહાસંમેલન કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તારોમાં આ રોગની ગંભીરતા વિશે વાત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ બિમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરાઇ રહ્યાં હોવા વિશે જણાવ્યું હતું.
માતાને પ્રસૃતિ પહેલા કરવામાં આવતા મહત્વપૂર્ણ ચેકઅપથી માતા-બાળકને ઘણા મોટા રોગ તેમજ ગંભીર સમસ્યાઓથી બચાવી શકાય છે. સીકલસેલ ડિસીઝ માટે પણ દરેક માતાએ અગાઉથી નિદાન કરાવી લેવું જોઇએ કારણ કે આ રોગ માતા-બાળક બન્ને માટે પ્રાણઘાતક બની શકે છે.
સિકલસેલનો રોગ જિનેટીક છે પરંતુ આદિજાતિ વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. ખાસ કરીને સગર્ભા માતા માટે આ રોગ જીવલેણ પણ બની શકે છે. દાહોદની પડવાલ વુમન્સ હોસ્પીટલના ડૉ. રાહુલ પડવાલ સીકલસેલ વિશે જણાવતા કહે છે કે, શરીરના અંગો વ્યવસ્થિત કામગીરી કરે તે માટે તેમના સુધી બ્લડ પહોંચવું ખૂબ જરૂરી છે. પરંતુ સિકલસેલમાં બ્લડ સેલ દાંતરડા આકારના બની જાય છે. પરિણામે તે શરીરના અંગોને બ્લડ મળતું બંધ થાય છે. જે અંગમાં બ્લડ પહોંચતું બંધ થાય ત્યાં ભયંકર પીડા ઉપડે છે અને તે અંગ ફેઇલ થઇ શકે છે.
પડવાલ હોસ્પીટલ ખાતે તાજેતરમાં જ એક સગર્ભા મહિલાની સારવાર કરવામાં આવી છે. જેમાં સીકલસેલ ક્રાઇસીસની ગંભીર સ્થિતિ છતાં માતા-બાળકને બચાવી લેવાયા હતા. દાહોદનાં ઉકરડી ખાતે રહેતા પ્રિયકાં ડામોર સગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં અહીંની હોસ્પીટલ ખાતે આવ્યા હતા. જયાં લેબર પેઇન શરૂ થઇ જતા સાથે સીકલસેલ ક્રાઇસીસની સ્થિતિ ઉભી થઇ હતી. એટલે કે પ્રિયકાંબેનના શરીરમાં વિવિધ અંગો સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી નહોતું રહ્યું.
પ્રિયકાંબેનને આખા શરીરમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો. ડો. પડવાલે હિમેટોલોજીસ્ટની ટેલીમેડીસીન દ્વારા સલાહ લઇને સિમ્પલ પાર્શીયલ મેન્યુઅલ બ્લડ એક્સચેન્જ થેરેપી દ્વારા સારવાર શરૂ કરી. જેમાં એક તરફથી ફ્રેશ બ્લડ ચઢાવવામાં આવે છે તથા બીજી તરફથી સલાઇન ચઢાવી બ્લડ કાઢી લેવામાં આવે છે. બે બેહોશીના ડોક્ટર, ફીઝીશયન ડોક્ટર સહિતની ટીમ દ્વારા ભારે જહેમત બાદ માતાની સલામત ડીલીવરી કરી શકાઇ હતી અને બાળકને પણ બચાવી શકાયું હતું.
સૌથી વધુ 4500 લોકો પીડિત
ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં 85 લાખની વસ્તીએ 10 ટકાને સીકલસેલ એનિમિયા તેમજ 70 હજાર જેટલા લોકોને ગંભીર સીકલસેલ એનિમિયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ ગત મહિને દાહોદ ખાતેના આદિજાતિ મહાસંમેલન કાર્યક્રમમાં આદિજાતિ વિસ્તારોમાં આ રોગની ગંભીરતા વિશે વાત કરી હતી અને રાજ્ય સરકાર દ્વારા આ બીમારી સામે લડવા માટે વૈજ્ઞાનિક સંશોધનો કરાઇ રહ્યાં હોવા વિશે જણાવ્યું હતું. દાહોદ જિલ્લાની વાત કરાય તો આખા રાજ્યમાં સૌથી વધુ 4500 લોકો અહીં સીકલસેલથી પીડાઇ રહ્યા છે.
બ્લડ સેલ દાંતરડા આકારના બનેે છે
સીકલસેલનો રોગ છે જિનેટિક પરંતુ આદિજાતિ વિસ્તારોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. ખાસ કરીને સગર્ભા માટે આ રોગ જીવલેણ બની શકે છે. શરીરના અંગો વ્યવસ્થિત કામ કરે તે માટે ત્યાં સુધી બ્લડ પહોંચવું જરૂરી છે. પરંતુ સીકલસેલમાં બ્લડ સેલ દાંતરડા શેપના બની જાય છે. પરિણામે તે અંગોને બ્લડ મળતું નથી. આથી ત્યાં ભયંકર પીડા ઉપડે છે અને તે અંગ ફેઇલ થઇ શકે છે. પ્રસૂતિ પહેલાં કરાતા ચેકઅપથી માતા બાળકને ઘણા મોટા રોગ તેમજ ગંભીર સમસ્યાથી બચાવી શકાય છે. સીકલસેલ માટે પણ દરેક માતાએ નિદાન કરાવી લેવું જોઇએ. આ રોગ માતા બાળક બંને માટે પ્રાણઘાતક બની શકે છે. - ડો.રાહુલ પડવાલ,પડવાલ વુમન્સ હોસ્પિટલ,દાહોદ
સીકલસેલના તાલુકામાં કેટલાં દર્દી
ફતેપુરા | 591 |
ઝાલોદ | 591 |
લીમખેડા | 471 |
દાહોદ | 833 |
ગરબાડા | 436 |
દે.બારિયા | 598 |
ધાનપુર | 481 |
સંજેલી | 188 |
સીંગવડ | 335 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.