ધરપકડ:ઉંડારથી દેશી તમંચો, 1 કાર્ટિસ સાથે યુવકને ઝડપી પડાયો, એસઓજીએ મોબાઇલ સહિત 8100નો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તમંચો લઇ ગામમાં ફરતો હોવાની બાતમી મળી હતી

દાહોદ એસ.ઓ.જી પોલીસે બાતમીને આધારે ધાનપુર ઉંડાર ગામેથી એક શખ્સને દેશી હાથ બનાવટના તમંચા તથા બારબોરનો એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. કુલ રૂા.8100ના મુદ્દામાલ જપ્ત કરી ધાનપુર પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ધાનપુર તાલુકાના ઉડાર ગામના સરપંચ ફળીયામાં રહેતો 22 વર્ષીય સુરેશભાઈ ચીમનભાઈ મોહનીયા દેશી હાથ બનાવટનો એક તમંચો વેચવા અથવા તબદીલ કરવા માટે તેના ગામમાં જ ફરતો હોવાની દાહોદ એસ.ઓ.જી.ને બાતમી મળી હતી.

જેના આધારે એસ.ઓ.જી પોલીસની ટીમે ઉડાર ગામે ધસી ગઇ હતી અને સુરેશભાઈ ચીમનભાઈ મોહનીયાને પકડી પાડી તેની અંગઝડતી લઈ રૂા. 5000 ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો, તથા રૂા.100 ની કિંમતનો જીવતો કાર્ટીસ નંગ -1 તથા રૂા. 3000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી રૂા. 8100 નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા શખ્સ વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...