અપહરણ:પરીક્ષા આપવા ગયેલી યુવતી સાથે દુષ્કર્મ કરતાં ગર્ભવતી બની

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીનું એપ્રિલમાં અપહરણ કરી જઇ ગોંધી રાખી હતી

ધાનપુર તાલુકામાંથી એપ્રિલ માસમાં એક યુવતીને છેતરીને બાઇક ઉપર બેસાડીને અપહરણ કરી ગયા બાદ એક ઘરમાં ગોંધી રાખી હતી. યુવતિીસાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની ગઇ છે.

ધાનપુર તાલુકાની યુવતી 30 એપ્રિલે આઇટીઆઇની પરીક્ષા આપવા માટે ગઇ હતી. બપોરના એક વાગ્યે તે કાકાની રાહ જોઇને ઉભી હતી તે વખતે બાઇક લઇને આવેલા મેન્દ્રા ગામના પ્રદીપ ઉર્ફે ભયલી મંગળા ગણાવા તેને છોડી દેવાનું કહીને પોતાની બાઇક ઉપર બેસાડી હતી. ત્યાર બાદ તે યુવતીને ધાનપુર તાલુકાના એક ગામ સ્થિત ઘરમાં લઇ ગયો હતો.

ત્યાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને તેને ગોંધી રાખી હતી. પ્રદીપે યુવતી સાથે વારંવાર દુષ્કર્મ પણ આચર્યુ હતું. જેથી તેને ગર્ભ પણ રહી ગયો હતો. યુવતી ચુંગાલમાંથી છૂટ્યા બાદ આ મામલે કોઇ સમાધાન સધાય તેવા પ્રયાસો થયા હતા, પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતું. અંતે યુવતીની ફરિયાદના આધારે ધાનપુર પોલીસે પ્રદીપ સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...