પંચાયત તંત્ર નિદ્રામાં:સંજેલી ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પ્રાથમિક સુવિધાને લઇ ગ્રામજનોની ધારદાર રજૂઆત

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડપતિ લોકો સરકારી જમીન પર દબાણ કરી દુકાનોના ભાડા વસૂલે છે
  • ​​​​​​​ડેપ્યૂટી સરપંચ સહિત સાત જેટલા સભ્યો ગ્રામસભામાં ગેરહાજર રહ્યા હતા

સંજેલી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં રોડ રસ્તા ગટર દબાણ સ્ટ્રીટ લાઈટ સાફ-સફાઈ પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનોની ધારદાર રજૂઆત. ડે.સરપંચ સહિત સાત જેટલા સભ્યો ગેરહાજર રહેતા ગ્રામજનોએ સભ્યોને નોટિસ પાઠવી ખુલાસો માંગવાની માંગ કરી.

સંજેલી ગ્રામ પંચાયત ખાતે સરપંચ મનાવાઈ ચારેલ અધ્યક્ષ સ્થાને શુક્રવારના રોજ ગ્રામ સભા યોજાઈ ઉપસ્થિત ગ્રામજનોએ રસ્તા ગટર સાફ સફાઈ પીવાનું પાણી દબાણો ખુલ્લા કરવા ધારાસભ્યનું ફાળવેલ ટેન્કર ટ્રીટ લાઈટ ડસ્ટબિન સહિતની સુવિધાની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

સરપંચ દ્વારા સરકારને માથે ટોપલું ઠાલવી દીધું હોય તેમ સરકાર ગ્રાન્ટ આપે તો કામો થાય ને પંચાયતમાં કોઈ વેરો ભરતા નથી પંચાયતમાં પૈસા નથી પંજાબ ની અંદર મરી ગયા પેલા એક વર્ષ હડતાલ કરીને તમે આવું નથી કરો તમને તો બે દિવસ ટિફિન આપવામાં આવશે પછી કોઈ ના આવે નિશાળ ના છોકરાઓ કરે એવું નથી કરો સમસ્યાનું યોગ્ય સમાધાન કરીશું પંચાયતની જમીનમાં કરોડપતિ દબાણ કરી ભાડુ વસૂલાત કરાતો હોવાનો ગ્રામ પંચાયતના સભ્ય સુરેન્દ્ર સિંહ સોલંકી નો આક્ષેપ પંચાયત તંત્રની ઘોર બેદરકારી કે નિદ્રામાં તત્કાલિન સરપંચ દ્વારા એક અરજી થી 100 જેટલા કેબીન ના ઠરાવો કર્યા હતા જે નવી સરપંચ સહિતની બોડી રચાતાં ઠરાવો રદ કરી નાખ્યા છે.

પરંતુ કેબીનો હટાવવામાં આવ્યા નથી.કે દબાણ કરતા ને નોટિસ ફટકારવામાં આવી નથી 10 માસ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલા ડસ્ટબિન પંચાયતમાં દુળ ખાય છે વિતરણ કરવામાં મોટા અધિકારી કે નેતાની રાહ જોવાઈ છે શું.? આવી અનેક ગ્રામજનો દ્વારા ધારદાર રજુઆતો કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...