આયોજન:દાહોદમાં સાઇબર ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન પર સેમિનાર

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ અધિક્ષક અને જિલ્લા સરકારી વકીલ દ્વારા કરાયેલું આયોજન. - Divya Bhaskar
પોલીસ અધિક્ષક અને જિલ્લા સરકારી વકીલ દ્વારા કરાયેલું આયોજન.

દાહોદ શહેરમાં પોલીસ અધિક્ષક અને જિલ્લા સરકારી વકીલ, દાહોદ દ્વારા સાયબર ક્રાઇમ અને ઇન્વેસ્ટીગેશન પર એક સેમીનાર યોજાયો હતો. જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એસ.આઇ. ભોરણીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં જ્યારે સાયબર ક્રાઇમ વધી રહ્યાં છે ત્યારે એ જરૂરી છે કે આ પ્રકારના ક્રાઇમને ડામવા માટે પોલીસ તંત્ર પણ સજ્જ થાય. આ કાર્યક્રમનો લાભ જિલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા સરકારી વકીલ પી. જે. જૈન સહિતનાં સરકારી વકીલોએ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...