માર્ગદર્શન સેમિનાર:દાહોદ નીટ અને જેઇઇની પરીક્ષા માટેનો સેમિનાર, ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત કલાસીસ શરૂ

દાહોદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદનાં તેજસ્વી વિદ્યાર્થીઓ નીટ-જેઇઇની પરીક્ષાઓ પાસ કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રની ઉમદા પહેલ ‘એકલવ્ય પ્રયાસ’ અંતર્ગત કલાસીસ શરૂ કરાયા છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીના માર્ગદર્શનમાં ગત તારીખ 28 એપ્રિલ, 2022થી કલાસનો પ્રારંભ કરાયો છે.

જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસ અંતર્ગત વિદ્યાર્થીઓને નીટ પરીક્ષા અંગે વધુ માર્ગદર્શન અને તૈયારી માટેની ચર્ચાનું આયોજન આગામી તા. 15 મે રવિવારના રોજ સવારે 10.30 કલાકે સેમિનાર રૂમ, બ્લોક નં. 3, ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ, સરકારી ઇજનેરી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં ઝાયડસ મેડિકલ કોલેજના એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં ધોરણ 11 અને ધોરણ 12નાં સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...