• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Selection Of Dahod Railway Station In Adarsh Railway Station Project, The Station Will Be Modernized With The Efforts Of MP

દાહોદને વધુ એક યોજના મળી:દાહોદ રેલવે સ્ટેશનની આદર્શ રેલવે સ્ટેશન પ્રોજેક્ટમાં પસંદગી, સાંસદના પ્રયત્નથી સ્ટેશન આધુનિક બનશે

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાવાસીઓમાં મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ

દેશના 1253 રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરી અત્યાધુનિક કરવામાં આવનાર છે. રાજ્યના પાંચ રેલવે સ્ટેશનોને 2023 સુધીમાં આદર્શ રેલવે સ્ટેશન બનાવવાના સરકારના નિર્ણય સાથે આ આદર્શ રેલવે સ્ટેશનના સમાવેશમાં દાહોદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થતાં જિલ્લાવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. દાહોદના સાંસદના અથાગ પરિશ્રમ થકી દાહોદને આદર્શ રેલવે સ્ટેશનમાં સમાવેશ થયો છે.
રેલવે સ્ટેશન અપગ્રેડેશનું કામ 2023 સુધીમાં પૂર્ણ કરાશે
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રાજ્યસભાને માહિતી આપી હતી કે, દેશના 1253 રેલવે સ્ટેશનોની વિકાસ માટે ઓળખ કરાઈ હતી. તે 1215 રેલવે સ્ટેશનો પર કામગીરી ચાલી રહી છે. આદર્શ સ્ટેશન યોજના હેઠળ વિકસીત કરાઈ રહેલા આ રેલવે સ્ટેશનોના અપગ્રેડેશનું કામ 2022 - 23 સુધીમાં સંમ્પન્ન કરી દેવાશે. ત આદર્શ રેલવે સ્ટેશનોમાં આંબલી રોડા, બેચરાજી, ભક્તિનગર, ભાણવડ, ભટીયારા, દાહોદ, ગાંધીધામ, ગાંધીગ્રામ, હિંમતનગર, જામનગર, કડી, ખંભાળીયા, કીમ, ઓટ કોસંબા, લાલપુરજામ, મણીનગર, નવસારી, ન્યુ ભુજ, ઓખા, પાલનપુર, સાબરમતી, સિધ્ધપુર, ઉધના, ઉના, ઉંઝા, વડનગર, વિજાપુર, વિસનગર, ગાંધીનગર કેપીટલ, સાબરમતી, બ્રોડગેજ અને પાટણનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાંસદની રજૂઆત ફળી
આદર્શ રેલવે સ્ટેશનોમાં દાહોદ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવતાં દાહોદ જિલ્લાવાસીઓમાં આનંદ છવાઈ ગયો હતો. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે રેલવે મંત્રી, રેલવે રાજ્ય મંત્રી સમક્ષ દાહોદ લોકસભા વિસ્તારના રેલવેને સંબંધિત પ્રશ્નો અંગે રજૂઆતો કરી છે અને આદર્શ રેલવે સ્ટેશન યોજનામા પણ સમાવેશ કરાવવા પત્ર વ્યવહાર પણ કર્યો હતો.જેને સકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. સાંસદે રેલ મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે. હાલમા જ દાહોદ આણંદ મેમુ પણ સાંસદની રજુઆતો બાદ 6 ઓગસ્ટથી શરૂ થઈ છે.

20 હજાર કરોડની યોજના બાદ નવી ભેટ મળી
​​​​​​​
ગત એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવ્યાં હતાં. તેઓએ 20,000 કરોડ રૂપિયાની યોજનાની ભેટ દાહોદના રેલવે કારખાનાને આપી છે. જેનાથી 10,000થી વધુ રોજગારી મળશે.

અન્ય સમાચારો પણ છે...