પસંદગી:દાહોદ NSSની સ્વયંસેવિકાની પ્રિ-આરડી પરેડ માટે પસંદગી

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જલગાંવમાં પસંદગી બાદ દિલ્હી પરેડમાં જોડાશે

દાહોદ શહેરની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ NSS સ્વયંસેવિકા જાગૃતિ શર્માની પ્રિ-આરડી પરેડ માટે પસંદગી થઈ છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના એન.એસ.એસ. વિભાગની ટીમે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે પ્રિ-આરડી પરેડ કેમ્પમાં ભાગ લીધો હતો.

જેમાં યુનિવર્સિટીના બે એન.એસ.એસ. સ્વયંસેવકોની પસંદગી વેસ્ટ ઝોનમાં થઇ છે. તેઓ તા. 11 થી 22 ઓક્ટોબર જલગાંવ મહારાષ્ટ્ર ખાતે પરેડ કેમ્પમાં ભાગ લેશે અને પસંદગી થશે તો 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીની પરેડમાં ભાગ લેશે. સ્વયંસેવિકા જાગૃતિ શર્મા પસંદગી પામીને યુનિવર્સિટી, સંસ્થા, કોલેજ અને દાહોદ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ સિદ્ધિ બદલ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.શ્રેયસ પટેલ, સંસ્થા, કોલેજ અને યુનિવર્સિટી પરિવાર જાગૃતિ શર્માને અભિનંદન પાઠવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...