તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દાહોદ જિલ્લામાં બાઇક અને ફોરવ્હીલમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

દાહોદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાહોદ હાઇવે, દિવ્યા અને નાનસલાઇની ઘટના, મહિલા સહિત 4 ઝડપાયાં

દાહોદ જિલ્લામાં ત્રણ જુદા જુદા સ્થળેથી 1.45 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે આ પ્રકરણમાં એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકાના અમદાવાદ-ઈન્દૌર હાઈવે ઉપર પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે લીલર ગામના હોળી ફળિયામાં રહેતા ધારૂભાઈ મગનભાઈ બીલવાળ, મંગુબેન ધારૂભાઈ બીલવાળ, ફતીયાભાઈ જળીયાભાઈ બીલવાળ અને મગંળીબેન ફતીયાભાઈ બીલવાળની મોટર સાઇકલને શંકાના આધારે રોકી હતી.

તપાસ દરમિયાન બાઇક ઉપરના પોટલામાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 204 કિંમત રૂપિયા 26790ની મળી આવી હતી. ઝાલોદ તાલુકાના નાન સલાઈ ગામે માછણ ડેમ નજીક નાકાબંધીમાં ઉભેલી પોલીસે એક ફોર વ્હીલર ગાડીને રોકી હતી. ત્યારે તકનો લાભ લઇને તેમાં સવાર ચાલક ફરાર થઇ ગયો હતો. તપાસ વેળા ગાડીમાંથી વિદેશી દારૂની 137 બોટલો કિંમત રૂપિયા 27120ની મળી આવી હતી. દેવગઢ બારીઆ તાલુકાના દિવ્યા ગામે નિશાળ ફળિયામાં એક ફોર વ્હીલર ગાડીને પોલીસે શંકાના આધારે રોકતાં તેનો ચાલક પણ ફરાર થઇ ગયો હતો. તપાસમાં દારૂ ગાડીમાંથી વિદેશી દારૂની 396 બોટલો કિંમત રૂપિયા 92040ની મળી આવી હતી. ગાડીના નંબરના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો