દરોડો:પોલીસને જોઇ દારૂનો ધંધો કરનાર યુવક ઘર છોડી ભાગ્યો

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેવગઢ બારિયાના દેવીરામપુરામાં પોલીસનો દરોડો
  • પોલીસે ઘરની તલાશી લેતાં 26 હજારનો દારૂ ઝડપાયો

દેવગઢ બારિયા તાલુકાના દેવીરામપુરા ગામના દેવી ફળિયામાં રહેતો જાબીર ઉર્ફે ગોપાલ પ્રતાપ નાયક તેના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી વેચાણ ધંધો કરતો હોવાની બાતમી સાગટાળા પી.એસ.આઇ. એ.એ.રાઠવાને મળી હતી. જેના આધારે બાતમી વાળા ઘરે દારૂની રેઇડ કરતાં પોલીસને જોઇ બૂટલેગર જાબીર ઉર્ફે ગોપાલ નાયક તેનું ઘર ખુલ્લુ મુકી નાસી ગયો હતો.

ઘરમાં તપાસ કરવામાં આવતા કોઇ જોવા ન મળતાં તલાસી લેતાં ઘરના એક ખુણામાં ગોદડા નીચે સંતાડી મુકી રાખેલ ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટીકના 200 ક્વાટર જેની કિંમત રૂા.26,000ના મળી આવ્યા હતા. જથ્થો જપ્ત કરી હાજર નહી મળી આવેલા જાબીર ઉર્ફે ગોપાલ નાયક વિરુદ્ધ સાગટાળા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...