કાર્યવાહી:​​​​​​​ફતેપુરામાં આવાસ માટે ફાળવેલી જમીનમાં અનઅધિકૃત રીતે બાંધેલી દુકાનોને ગ્રામ પંચાયતે સીલ કરી

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયત દ્વારા ઘરવિહોણા માટે મકાન બાંધકામ માટે જમીનની ફાળવણી કરાઇ હતી તમામ દુકાનો સીલ કરી દેવામાં આવતા ફતેપુરા નગરમાં ચકચાર મચી

ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા મકાનના બાંધકામ માટે આપેલી જમીન પર અનઅધિકૃત રીતે દુકાનનું બાંધકામ કરતા દુકાને સીલ કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા ઘરવિહોણા માટે મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી.

મકાન બાંધવાના બદલે દુકાનોનું બાંધકામ કરી દુકાનો પેટા ભાડે આપી

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા ઘરવિહોણા ગરીબોને મકાનના બાંધકામ માટે જમીન આપેલી હતી. જેમાં વ્યકિત દ્વારા મકાન બાંધવાના બદલે દુકાનોનું બાંધકામ કરી દુકાનો પેટા ભાડે આપતા ગ્રામ પંચાયત દ્વારા તમામ દુકાનો સીલ કરવામાં આવી છે. તેથી ફતેપુરા નગરમાં હડકંપ મચી જવા પામ્યો છે. ફતેપુરા નગરના પોલીસ સ્ટેશન રોડ પર ડબગર વાસના નાકાપર આવેલ ગ્રામ પંચાયતની જમીન વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઘર વિહોણા વ્યકિતને મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી કરવામાં આવેલી હતી.

ગ્રામ પંચાયતના કરારનું ઉલ્લંઘન કરવામા આવ્યું

પરંતુ તેમના દ્વારા આ જમીન પર મકાનનું બાંધકામ નહીં કરી દુકાનોનું બાંધકામ કરી આ દુકાનો અન્ય ઇસમોને પેટા ભાડે આપતા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારી ખુલાસો પુછવામાં આવતા આ ઈસમ દ્વારા કોઈપણ પ્રકારનો નોટિસનો જવાબ નહીં આપી ગ્રામ પંચાયતના કરારનું ઉલ્લંઘન કરવામા આવ્યુ હતુ. જેથી તમામ દુકાનો સીલ કરી દેવામાં આવતા ફતેપુરા નગરમાં ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...