તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાહોદમાં જાહેરનામાના ભંગ બદલ પાલિકાએ ત્રણ દુકાન સીલ કરી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવશ્યક ચીજ વસ્તુઓના વેપારી ન હોવા છતા દુકાન ખોલી હતી બજારોમાં રોજ ભીડ જામતી હોવાથી સંક્રમણનો ભય વધ્યો

દાહોદ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ આજે વધુ ત્રણ દુકાનો સીલ કરવામાં આવી છે. ત્યારે આજે દાહોદમાં ભારે ભીડ પણ જોવા મળી હતી. જેને પગલે આવનાર દિવસોમાં કોરોના સંક્રમણ વધુ ફેલાય તેવો ભય ફેલાયો છે.

દાહોદ પાલિકા તંત્ર અને પોલીસ તંત્રની ટીમે આજે ફરી દાહોદ શહેરમાં જાહેરનામાના ભંગ બદલ ત્રણ જેટલી દુકાનોને સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ત્રણ દુકાનો પૈકી એક અજય ફોટો સ્ટુડિયો, સ્ટેશન રોડ ખાતે આવેલ ગાદલાની એક દુકાન તેમજ ઠક્કર ફળિયાની એક કપડાંની દુકાન એમ આ 3 દુકાને જાહેરનામાના ભંગ બદલ અને સોશિયલ ડિસ્ટન્સ દુકાનમાં ન જોવાતા ત્રણ દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.

આજરોજ દાહોદ શહેરના બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી હતી. બજારોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ તેમજ લોકો માસ્ક વગર પણ ફરતા નજરે પડી રહ્યાં હતા. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં જરૂરી પગલાં લે અત્યંત આવશ્યક બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...