દાહોદ જિલ્લામાં પોક્સો એક્ટ અંગે લોકજાગૃતિ આવે એ માટે આ ફિલ્મનું નિર્માણ કરાયું છે. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અને જિલ્લા પંચાયત દાહોદના સહયોગથી બનાવવામાં આવેલી આ ફિલ્મનું શીર્ષક તરૂણાવસ્થા અને પોક્સો કાયદો છે.
પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન કમલ સોજીત્રાએ જિલ્લામાં પોક્સો એક્ટ બાબતે વ્યાપક જનજાગૃત્તિ આવે એ માટેની નેમ વ્યક્ત કરી હતી. તેમણે દાહોદનાં સ્થાનિક કલાકારો દ્વારા કરે લા ફિલ્મના નિર્માણ અને અભિનય સહિતની બાબતોની પ્રશંસા કરી હતી. યુનિસેફના સ્ટેટ કન્સલટન્ટ હેમાલી બેને પોક્સો એક્ટ વિશે ટૂકું વક્તવ્ય આપ્યું હતું. તરૂણાવસ્થાના આકર્ષણમાં બાળકોથી થતી ભૂલોના કેટલાં ગંભીર પરિણામો આવે છે અને તેમના લગ્નજીવન સહિત માનસિક સ્થિતિ ઉપર તેની નકારાત્મક અસરો વિશે દર્શાવાયું છે.
આ ફિલ્મમાં પોક્સો એક્ટ વિશે સમજ આપવામાં આવી છે. ફિલ્મનું ડિરેક્ટશન, રાઇટીંગ એ.જી. કુરેશી કર્યું છે. નિર્ભયા બિગ્રેડના વિદ્યાર્થીઓએ ફિલ્મમાં એક્ટીવ રોલ કર્યો છે. પોક્સો એક્ટ અંગેના વિશેષ ફિલ્મ સ્ક્રિનિંગમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી.સી. ચૌહાણ, એએસપી જગદીશ બાંગરવા, પ્રીન્સિપાલ સિનિયર સીવીલ જજ સુરતી મેડમ, ચીફ જયુ્ડિશ્યલ મેજીસ્ટ્રેટ તેમજ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ફુલ ટાઇમ સેક્રેટરી એ.આર. ધોરી, પ્રમુખ, બાર એસો., સાયન્સ, લો, આર્ટસ કોલેજના આચાર્યો, સોજીત્રા મેડમ, એડવોકેટ, ફિલ્મના કલાકાર એ.જી. કુરેસી અને મનીષભાઇ સહિતના કલાકારો, નિર્ભયા બ્રિગેડનાં બાળકો, પેરાલીગલ વોલન્ટીયર્સ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.