કાર્યવાહી:‘બહેનના લગ્ન કેમ કરાવે છે’ કહી ભાઇનું માથું ફોડ્યું

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંતેલાના ત્રણ સામે ગુનો દાખલ કરાયો

અંતેલા ગામે તારી બેનના લગ્ન કેમ કરાવે છે તે જ તૈયારી કરાવી છે કહી લાકડીથી હુમલો કરી ભાઇનું માથુ ફોડી તેમજ મારવાની ધમકી આપી હતી. ફળિયામાં જ રહેતા એક સહિત ત્રણ સામે પીપલોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. અંતેલાના કમલેશ પટેલ ફળીયાના વજેસિંહ પટેલને તેના ઘર પાસેથી ચંદ્રસિંહ પટેલના ખેતરમાં કુવા પાસે ચાલ આપણે જઈ આવીએ કહી સાથે લઈ જઇ બે ઈસમો સાથે મળી વજેસીંહને ગાળો બોલી તારી બેનના લગ્ન તું કેમ કરાવે છે અને તેજ લગ્ન કરાવવા માટે તૈયારી કરાવી છે.

એટલે તને જીવતો છોડવાનો નથી તને મારી નાંખવો છે. કહી જાનથી મારવાની ધમકી આપી આપી લાકડીથી માથામાં ફટકા મારી ઈજાઓ કરી હતી. આ સંદર્ભે ઇજાગ્રસ્તની પત્ની નંદાબેન પટેલની ફરિયાદના આધારે પીપલોદ પોલીસે હુમલાખોર કમલેસ જુવાનસીંહ પટેલ સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...