ફતેપુરા તાલુકાના ડુંગર ગામે તાવિયાડ ફળીયામાં આવેલા ભારત માતા મંદિરે આદિવાસી સમાજના સંતો ,મહંતો તેમજ વડીલો દ્વારા આદિવાસી સમાજ સુધારા માટે અને કુ રિવાજો દૂર કરવા માટે સંત સંમેલન યોજવામાં આવ્યુ હતું.આદિવાસી સમાજમાં ચાલતા કેટલાક કુરિવાજો તેમજ લગ્ન પ્રસંગે તેમજ સમાજમાં થતા અન્ય સામાજિક પ્રસંગોમાં કરવા માં આવતા ખોટા ખર્ચા બંધ કરવા માટે તેમજ સામુહિક લગ્ન પ્રસંગ યોજી ઓછામાં ઓછો ખર્ચા કરવા માટે તેમજ સમાજ સુધારાના કાર્યોનું સિંચન કરી કુરિવાજો નાબૂદ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવા માટે વિચારણા કરવામાં આવી હતી.
ફતેપુરા તાલુકાના આદિવાસી સમાજના સંતો મહંતો અને વડીલોની હાજરીમાં સંત સંમેલન યોજવામાં આવ્યુ હતું.આ પ્રસંગે ગુજરાત સહીત રાજસ્થાન રાજ્યના આદિવાસી સમાજના કેટલાક સંતો હાજર રહી પોતાની પ્રતિક્રિયા રજુ કરી હતી.આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજ માં સમાજમાં ચાલી રહેલું દુષણો દૂર કરી સમાજને સાચા માર્ગે લાવવા અને રિવાજોના નામે થતા ખોટા ખર્ચા ઓ બંધ કરવા માટે વિચારણા કરવામાં આવી હતી.યોજાયેલ સંત સંમેલનમાં સમાજના હિત માટે કેટલાક નિયમો પણ બનાવવા માં આવ્યા હતા.
જેમાં મુખ્યત્વે સમાજમાં લગ્ન પ્રસંગમાં સૌથી વધુ ખર્ચા કરવા માં આવતા હોય છે. ત્યારે જેને લઇ સંત તેમજ સમાજના વડીલો દ્વારા અમુક નિયમ બનાવવામાં આવ્યા હતા.જેમાં ડી.જે નો ખર્ચો,જમણવાર નો ખર્ચ,સોના ચાંદી ના ઘરેણાંમાં ઓછા ખર્ચ માં પતાવવું, ઘોડાનો ખર્ચ,કપડાં ખરીદી કરવા તેમજ અન્ય કામોમાં વધુ માણસોને લઈ જવા નહિ.જેથી ઓછો ખર્ચ થાય,ગાડીઓમાં ખોટા ખર્ચ નહિ કરવા ચર્ચા કરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.