ઓરેન્જ એલર્ટ:સંજેલીમાં 80 મિમી વરસાદથી પાણી ભરાયાં, વૃક્ષો પણ પડ્યાં

દાહોદ,સંજેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજેલી સંતરામપુર તરફ જતા મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. - Divya Bhaskar
સંજેલી સંતરામપુર તરફ જતા મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
  • ગરબાડા, ઝાલોદ અને સિંગવડમાં એક-એક ઇંચ વરસાદ

દાહોદ જિલ્લામાં વરસાદ મામલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં ઓછેવત્તે અંશે સાર્વત્રિક વરસાદ તો પડી રહ્યો છે પરંતુ અન્ય જિલ્લાની જેમ એક સાથે નહીં તૂટી પડતાં રાહત વર્તાઇ રહી છે. જિલ્લામાં દિવસ દરમિયાન મેઘરાજા જાણે આરામ કરતાં હોય તેમ રાત્રે જ તેમની પધરામણી થાય છે.

સંજેલી તાલુકામાં સોમવારની રાતના ચાર કલાકમાં 80 મિમી વરસાદ પડતાં લોકોના ઘરોમાં પાણી ભરાઇ જવા સાથે ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. આ ઉપરાંત સંજેલીથી સંતરામપુર જતાં મુખ્ય માર્ગ ઉપર ગોવિંદા તળાઇ પુલિયા નજીક બાવળનું વૃક્ષ ધરાશાયી થતાં સંતરામપુર જવાનો માર્ગ મોટા વાહનો માટે બંધ થઇ ગયો હતો. વચ્ચે થોડીક જગ્યા હોઇ બાઇકો આરામથી પસાર થઇ હતી.

મોટા વાહન ચાલકોને એક કિમીનો ફેરો પડ્યો હતો. આ સિવાય પણ અન્ય સ્થળે પણ વૃક્ષો પડી ગયા હતાં. ગરબાડા, ઝાલોદ અને સિંગવડમાં પણ રાત્રે 1-1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. અન્ય તાલુકામાં સામાન્ય ઝાપટા જ થયા હતાં. આગાહી છતાં વનરાજીથી ઘેરાયેલા ધાનપુરમાં છાંટા સિવાય નોંધાય તેવો વરસાદ પડ્યો ન હતો. મંગળવારે પણ વરસાદની આગાહી છતાં વરસાદ નોંધાયો ન હતો.

સોમવારે રાત્રિ દરમિયાન પડેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમી)
ગરબાડા26
ઝાલોદ24
દે.બારિયા10
દાહોદ9
ધાનપુર0
ફતેપુરા3
લીમખેડા15
સંજેલી80
સિંગવડ30
અન્ય સમાચારો પણ છે...