• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Samras And Group Gram Panchayats Of Sanjeli Taluka Of Dahod Are Deprived Of Many Facilities, Main Problem Of Water For Irrigation.

વિકાસની ઝંખના:દાહોદના સંજેલી તાલુકાની સમરસ અને ગ્રુપ ગ્રામ પંચાયત માંડલી ઘણી સુવિધાઓથી વંચિત, સિંચાઇ માટેના પાણીની મુખ્ય સમસ્યા

દાહોદએક મહિનો પહેલા
  • માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતની વસ્તી 5000થી પણ વધુ, ગામમાં બસ સ્ટેન્ડનો અભાવ ગ્રામજનોને બસમાં બેસવા 2 કિલોમીટર સુધી ચાલીને જવુ પડે છે પોસ્ટ ઑફિસ પણ ગામની બહાર છે, ગામમાં બેન્ક પણ નથી

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે એક દિવસ જ આડો છે. ત્યારે સંજેલી તાલુકાના માંડલી ગામ હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. આ ગામ 7 ગામના સમાવિષ્ટથી ગ્રુપ ગ્રામપંચાયત તરીકે ઓળખાણ પામી ગત ટર્મમાં સમરસ થઈ હતી. માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં માંડલી, લુંજાના મુવાડા, ચંદાના મુવાડા, કાવડાના મુવાડા, કલ્યાણપુરા, બચકારીયા, નાનીયાની મુવાડી ગામનો સમાવેશ થાય છે.

ગામની મુખ્ય સમસ્યા સિંચાઇ માટેનું પાણી

માંડલી ગામમાં 7 ગામના સમાવેશને લીધે માંડલી ગ્રુપ ગ્રામ પંચાયતની વસ્તી 5000થી પણ વધુ છે. ગામના મોટા ભાગના લોકો ખેતી, વેપાર અને છૂટક મજૂરી કરી પોતાની આજીવીકા મેળવે છે. ગામની મુખ્ય સમસ્યા સિંચાઇ માટેનું પાણી છે. ગ્રામજનોની એક જ માંગણી છે કે કડાણા જળાશય યોજનાથી ગામના 3 તળાવોમાં પાણી ભરાવામાં આવે તો સિંચાઇના પાણીની સમસ્યા હલ થાય અને લોકો ખેતી કરી પોતાના પાકને જીવીત રાખી શકે.

ગામમાં બસ સ્ટેન્ડનો પણ અભાવ

ઉપરાંત માંડલી ગામમાં સરકારી બસો ન આવતી હોવાથી ગ્રામજનોને 2 કિલોમીટર ચાલીને હાઇવે ઉપર જવું પડે છે અને ત્યાંથી બસમાં બેસવું પડે છે. ગામની બહાર બાઈપાસ હાઇવે બનતા તમામ બસો ગામમાં પ્રવેશવાને બદલે બાઈપાસ પર થઈને જતી રહે છે. ગામમાં બસ સ્ટેન્ડનો પણ અભાવ છે. પોસ્ટ ઓફીસ પણ ગામની બહાર હાઇવે ઉપર ચાલે છે, જે ગામમાં ચાલુ કરવાની પણ માંગ ગ્રામજનોએ કરી છે. નોંધનીય છે કે માંડલી ગામમાં એક રાષ્ટ્રીયકૃત બેન્કની માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...