રજૂઆત:સજોઈ તાલુકા પંચાયતના સભ્યને 2થી વધુ સંતાન હોઇ શોકોઝ નોટિસ

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેથી વધુ બાળક હોઇ પદ પરથી દૂર કરવા રજૂઆત કરાઇ હતી

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ તાલુકા પંચાયત સદસ્યને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ બે થી વધુ બાળકો હોવાનું જણાવીને પદ પરથી દૂર કરવા અંગેની અરજી ગામના જાગૃત નાગરિકોએ કરી હતી. તેના પગલે જિલ્લા પંચાયત દ્વારા આ સદસ્યને કારણદર્શક નોટિસ પાઠવી છે.

સજોઇ તાલુકા સદસ્ય નંબર 21ના ચૂંટાયેલા સદસ્યો અભેસિંગ છગનભાઈ મોહનીયા બે થી વધુ એટલે કે ચાર બાળકો હોઇ સજોઈ ગામના હરીશચંદ્ર નરસિંહભાઈ મોહનિયા તથા જાગૃત નાગરિકોએ ગુજરાત પંચાયત અધિનિયમ 1994 મુજબ ધાનપુર તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી અને ગાંધીનગર પંચાયત વિભાગમાં પદ પરથી દૂર કરવા માટેની અરજી કરી હતી. દાહોદ જિલ્લા પંચાયતે અરજદારોની અરજીના અનુસંધાને સજોઈ તાલુકા પંચાયત સીટના તાલુકા ચૂંટાયેલા સદસ્ય અભેસિંગ છગનભાઈ મોહનીયાને કારણદર્શક નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે.

તપાસો થાય ત્યાં સુધીમાં પાંચ વર્ષની ટર્મ પૂરી કરી નાખતા હોય છે ત્યારે ખરેખર જે તે સમયે ચૂંટણી અધિકારી અને ફરજ બજાવતા કર્મચારીઓએ આ કાળજી રાખી હોત તો આવું ના બને. ભવિષ્યમાં પણ આવનારી ચૂંટણીમાં ખરેખર તકેદારી રાખવી જરૂરી છે નહી તો ચૂંટાયા બાદ પણ કેટલીક જગ્યાએ હાઈ વાંધા અરજીઓ થયેલી જોવા મળે છે અને કેટલાકને હોદ્દા પરથી પણ દૂર કર્યા છે. આ પ્રકરણમાં હવે શું થાય છે તે જોવુ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...