• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Sagira In Sajoi Of Dhanpur Taluka Went Out In The Morning For Urination, Taking Advantage Of The Opportunity, Two Brothers Got On The Bike

અપહરણ:ધાનપુર તાલુકાના સજોઈમા સગીરા સવારે લઘુશંકા માટે નીકળી,તકનો લાભ લઈ બે ભાઈઓ બાઈક પર ઉઠાવી ગયા

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોતાની પત્ની બનાવવા પોતાનાજ ભાઈની મદદ લઈ અપહરણ કર્યુ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઈ ગામેથી એક યુવકે પોતાના ભાઈની મદદ લઈ એક સગીરાને બળજરીપુર્વક ખેંચતાણ કરી મોટરસાઈકલ પર બેસાડી પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયો છે. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

ધાનપુર તાલુકાના પાવ ગામે ઉચવાસ ફળિયામાં રહેતા કાળીયાભાઈ શનીયાભાઈ સંગોડ પોતાના ભાઈ કલ્પેશભાઈ શનીયાભાઈ સંગોડ સાથે એક મોટરસાઈકલ પર સજોઈ ગામે આવ્યા હતા.અહીં એક 16 વર્ષીય સગીરા વહેલી સવારના 7 વાગ્યાના આસપાસ સગીરા લઘુશંકા માટે ઘરની બહાર નીકળતાં ઉપરોક્ત બંન્ને યુવકોએ સગીરાની ખેંચતાણ કરી બળજરીપુર્વક પોતાની મોટરસાઈકલ પર બેસાડી કાળીયાભાઈની પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી ગયા હતા. આ સંબંધે સગીરાની માતા દ્વારા ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...