ધરપકડ:સજોઇ, સીમળાધસીમાંથી દારૂ સાથે 2 ઝબ્બે, 1 ફરાર

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમળાધસીમાં જથ્થા સાથે કાકાની ધરપકડ
  • સજોઇમાં 528 બોટલો સાથે ધરપકડ કરાઇ

દાહોદ એલ.સી.બી.એ જિલ્લાના ધાનપુર તાલુકાના સજોઇ અને દેવગઢ બારિયાના સીમળાધસીમાં છાપો મારી ઘરમાંથી 1,08,480 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. દાહોદ એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહના માર્ગદર્શનમાં પી.એસ.આઇ. એમ.એમ.માળી તથા એલ.સી.બી સ્ટાફના માણસો ધાનપુર અને દેવગઢ બારિયા વિસ્તારમાં દારૂની પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. તે દરમિયાન સીમળાધસી ટેકરી ફળિયામાં રહેતો બિપીનભાઇ છત્રસિંહ પટેલિયા બાઇક ઉપર ઇંગ્લિશ દારૂનો જથ્થો તેના ફળિયામાં રહેતા કુટુંબી કાકા સાવકુણભાઇ રણછોડભાઇ બારીયાના ઘરે ઉતારી જથ્થાબંધ તથા છુટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતાં સાવકુણ બારીયા હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તપાસ કરતાં એક રૂમના ખુણામાં ગોદડીઓ મુકવાના ડામચીયા નીચે શંકાસ્પદ ચીજવસ્તુ જણાતા ગોદડીઓ ખસેડી જોતાં દારૂ ભરેલા ખાખી કલરના પુઠ્ઠાની પેટીઓ મળી આવી હતી. પેટીઓમાંથી રૂા.41,280ની કુલ 288 ઇંગ્લિશ દારૂની પ્લાસ્ટીકની તેમજ કાંચના ક્ટાવરીયાની પેટીઓ નંગ 6 મળી આવી હતી. જથ્થો જપ્ત કરી ઝડપાયેલા કાકા તથા ભત્રીજા વિરૂદ્ધ સાગટાળા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

જ્યારે દારૂની મળેલી બીજી બાતમીના આધારે ધાનપુર તાલુકાના સજોઇ ગામના નીચવાસ ફળિયામાં રહેતો ગણપતભાઇ છત્રસિંહ અમલીયારના ઘરે એલ.સી.બી. ટીમે છાપો મારી રૂા. 67,200ની ઇંગ્લિશ દારૂ તથા ટીન બીયરની કુલ 528 બોટલો ઝડપી પાડી હતી. જથ્થો જપ્ત કરી ગણપતભાઇ છત્રસિંહ અમલિયાર વિરૂદ્ધ ધાનપુર પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

વાઘબોડથી 57 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
હાલોલ. પાવાગઢ પીએસઆઇ જાડેજાને બાતમી મળી હતી કે વાઘબોડ ગામે અશોકભાઈ નાયકે ઘરમાં દારૂનો જથ્થો મૂકી રાખેલ છે જેના આધારે છાપો માર્યો હતો. જેમાં પોલીસે છાપરાવાળા મકાનમાં આવેલા એક રૂમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના હોલ નંગ 132 જેની અંદાજે કિંમત 57,420નો વિદેશી દારૂ ઝડપ્યો હતો. જો કે પોલીસની રેડ દરમ્યાન બુટલેગર ઘરે હાજર ન હોઈ પોલીસે તેની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...