તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બારીયામાં ખરીદી કરવા ગયેલી સગીરાનું અપહરણ, કિશોરીના પિતાની પોલીસમાં ફરિયાદ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

દે.બારીયા નગરના બજારમાં ખરીદી કરવા ગયેલી ધાનપુર તાલુકાની કિશોરીનું લગ્ન ઇરાદે અપહરણ કરી જવાયુ હતું. શોધખોળ બાદ કિશોરીનો કોઇ જ પતો નહીં મળતાં અંતે પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો. ધાનપુર તાલુકાની એક કિશોરી ગત તા.1 જાન્યુઆરી 2021ના રોજ સવારના નવ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી દે.બારીયા બજારમાં ખરીદી કરવા ગઇ હતી.

તે વખતે દે.બારીયા બજારમાં આવેલા લીમખેડા તાલુકાના માંડલી ગામના નટવરભાઈ રમેશભાઈ પટેલીયા સગીરાનું અપહરણ કરી ગયો હતો. શોધખોળ બાદ પણ કિશોરીનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. તપાસ દરમિયાન તેનું અપહરણ થયું હોવાની પરિવારને જાણ થઇ હતી. આ મામલે સમાજ રાહે નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતું. કિશોરીના પિતાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો