આદેશ:દાહોદમાં ચેક બાઉન્સ થતાં સભાસદને 1 વર્ષની સજા, રૂ.10,50,000 નો દંડ વસૂલ કરવા હુકમ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ શહેરમાં આવેલી ધી સહયોગ ક્રેડીટ સોસાયટીમાં એક સભાસદે લોન લીધા બાદ આપેલો ચેક બાઉન્સ થતાં થયેલા કોર્ટ કેસમાં અદાલતે સભાસદને 1 વર્ષની સાદી કેદની સજા તથા રૂા . 10.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો . દાહોદના અક્રમ રફીકભાઈ કુંજડા ધી સહયોગ કો - ઓ . ક્રેડીટ સોસાયટી બેન્કમાં સભાસદ હતાં. વર્ષ 2015માં અક્રમભાઈએ રૂા. 20 લાખની લોન લઈ પૈસા નહી ભરતાં બેન્ક દ્વારા અક્રમભાઈ પાસે નાણાં માગતાં ચેક બેન્કને જમા કરાવ્યો હતો . બેન્કે આ ચેક જમા કરાવતાં ચેક બાઉન્સ થતાં આ મામલે સહયોગ ક્રેડીટ સોસાયટી, દાહોદ દ્વારા કોર્ટ કેસ કરવામાં આવ્યો હતો.

આ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટે બંન્ને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ચેક બાઉન્સ મામલે ગંભીરતા દાખવી કલમ 138 મુજબ અક્રમભાઈ રફીકભાઈ કુંજડાને આરોપી ઠેરવી તેઓને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂા. 10,50,000નો દંડ વસુલ કરવાનો હુકમ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...