તપાસ:યુવતી ઉપર દુષ્કર્મનો કોલ જતાં દેવગઢ બારિયામાં 181માં દોડધામ

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એકલતાનો લાભ લઇ મોઢું કપડાથી બાંધી પરિચિત યુવકનું દુષ્કર્મનું કૃત્ય

દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાં પરિચિત યુવકે એકલતાનો લાભ લઇને મોઢુ બાંધીને દુષ્કર્મ આચર્યાનો કોલ 181 હેલ્પ લાઇનને મળતાં દોડધામ મચી ગઇ હતી. યુવતી પાસે ધસી ગયેલ 181ના કાઉન્સિલરોએ વ્યથા જાણ્યા બાદ તેને સારવારની સલાહ આપી પોલીસને પણ જાણ કરી હતી. જોકે, મોડી સાંજ સુધી આ મામલે કોઇ ફરિયાદ દાખલ થઇ હોવાનું જાણવા મળ્યું નથી. દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાંથી 181 મહિલા હેલ્પ લાઇનને પોતાની ઉપર દુષ્કર્મ થયું હોવાનો કોલ આવ્યો હતો.

મામલાની ગંભીરતાને સમજીને 181 મહિલા હેલ્પ લાઇનના કાઉન્સિલરો તાત્કાલિક મહિલા પાસે પહોંચી ગયા હતાં. પૂછપરછ કરતાં મહિલાએ માહિતી આપી હતી કે, તે તેમના કાકા કાકી સાથે પિયરમાં રહે છે. તેમની 15 દિવસ પહેલાં જ પ્રસૂતિ થઈ છે. તેમનાં કાકા- કાકી કામકાજ કરવા ખેતરમાં ગયા હતા. તે સમય દરમિયાન તે ઘરે એકલા હતા. ત્યારે તેમનાં ગામમાં રહેતો યુવકે લગભગ 11 વાગ્યાના સમયે તેમનાં ઘરે આવી કાકા કાકી વિશે પૂછપરછ કરી હતી. તેઓ ખેતરમાં ગયા હોવાનું જણાવ્યું હતું.

એકલી ઘરમાં જોઇને યુવકે દાનત બગાડીને મરજી વિરુદ્ધ મોઢે કપડું બાંધી દીધું હતું. ત્યાર બાદ દુષ્કર્મ આચર્યુ હતું. આ બાબતની પરિવારને જાણ થતાં તેમનામાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. ગભરાયેલી યુવતીને અભયમ ટીમે આશ્વાસન આપી દવાખાને સારવાર લેવાની સલાહ આપી હતી. દુષ્કર્મ આચરનાર પરિણીત અને ત્રણ બાળકોનો પિતા છે. જોકે, આ મામલે મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...