તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:​​​​​​​દાહોદ જિલ્લામાં નિયમોનો ભંગ કરી દોડતા વાહનો પર તવાઈ, RTOએ 11 વાહનચાલકો પાસેથી 4 લાખના દંડની વસૂલાત કરી

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલગ અલગ સ્થળો પર ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામા આવી

દાહોદ જિલ્લા આરટીઓ વિભાગ દ્રારા જુદી જુદી ટીમો બનાવી વિવિધ ઠેકાણે વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.આ નાકાબંધી દરમિયાન 11 જેટલા વાહનો ઓવરલોડ અથવા તો ટેક્સ વિના દોડતાં ઝડપાઇ ગયા હતા.જેથી તમામને મળીને 4 લાખ રૂપિયાનો દંડ ફટકારતાં ગેરકાયદે વાહનો દોડાવતાં ચાલકો અને વાહન માલિકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.જો આવી રીતે નિયમિત રીતે ચેકીંગ કરવામાં આવે તો સરકારને રોજની લાખોની આવક થઇ શકે તેમ છે. દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે.જેથી સરહદો પાર કરતા વાહનો ઘણી વખત કાયદનો ભંગ કરતા હોય છે.ભુતકાળમાં જયારે આરટીઓ ટેક પોસ્ટ કાર્યરત હતી ત્યારે આ ચેકપોસ્ટ પર રોજની લાખો રુપિયાની આવક થતી હતી.હવે ચેકપોસ્ટ બંધ થઇ જતાં આરટીઓ વિભાગના અધિકારીઓ દ્રારા જુદી જુદી ટીમો બનાવી જુદા જુદા ઠેકાણે નાકા બંધી કરી ચેકીંગ હાથ ધરવામાં આવે છે.તે જ રીતે ગુરુવારે આરટીઓ વિભાગ દ્રારા ઓવર લોડ વહન કરતા તેમજ ટેક્સ ચોરી કરતાં વાહનોને ઝડપી પાડવા નાકાબંધી કરવામાં આવી હતી. આરટીઓ વિભાગ દ્રારા કરવામાં આવેલી નાકાબંધી દરમિયાન 11 જેટલા વાહનોમાં ગેરરિતી ઝડપાઇ હતી.જેમાં કેટલાયે ઓવરલોડ માલ ભર્યો હતો તો કેટલાકના વિવિધ ટેક્સ બાકી હતા.જેથી તમામને ગેરરિતી પ્રમાણેનો દંડ ફટકારવામાં આવ્યો હતો.11 વાહન ચાલકો પાસેથી કુલ 4,00,000 રુ જેટલો માતબર દંડ વસુલવામાં આવ્યો હોવાની સત્તાવાર માહિતી મળી છે. [07:59, 11/03/2021] Himanshu Nagar: 🙏🙏

અન્ય સમાચારો પણ છે...