ફિલ્મી ઢબે દારૂ ઝડપાયો:​​​​​​​દાહોદ તાલુકાના મોટીખરજ પાસેથી બે વાહનોમાંથી રૂ. 4.79 લાખનો દારૂ ઝડપાયો, ચાર બુટલેગર ફરાર

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગાડીઓને ઉભી રાખવા ઈશારો કરતાં ગાડીના ચાલકોએ પોતાનાં વાહનો ભગાવ્યાં
  • પોલીસને પીછો કરતાં જોઈ ગાડીમાં સવાર ચાર શખ્સો વાહનો સ્થળ પર મુકી નાસી ગયા
  • ​​​​​​​દાહોદ તાલુકા પોલીસે બે વાહનો સાથે રૂ. 10.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો

દાહોદના મોટીખરજ ગામેથી દાહોદ તાલુકા પોલીસે એક પીકઅપ ફોર વ્હીલર અને એક અલ્ટો ફોર વ્હીલર ગાડીનો પીછો કર્યો હતો. જેમાં પીકઅપ ગાડીમાં સવાર ચાલકો સહિત ચાર જણા પોતાના વાહનો સ્થળ પર મુકી નાસી ગયા હતા. પોલીસે બંન્ને વાહનોમાંથી કુલ રૂા. 4 લાખ 79 હજાર 40ના વિદેશી દારૂના જથ્થા સાથે બંન્ને વાહનો મળી કુલ રૂા. 10 લાખ 39 હજાર 40નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દાહોદ તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે તેઓ મોટીખરજ ગામે વોચ ગોઠવી ઉભા હતાં. તે સમયે ત્યાંથી એક પીકઅપ ફોર વ્હીલર અને એક અલ્ટો ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. પોલીસે બંન્ને ગાડીઓને ઉભી રાખવા ઈશારો કરતાં ગાડીના ચાલકોએ પોતાના વાહનો ભગાવતાં પોલીસે ગાડીઓનો પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જોઈ ગાડીમાં સવાર શંકર માનસીંગ પરમાર, રાહુલ રતનાભાઈ પરમાર, સમીર શંકર પરમાર અને શૈલેષ શંકર પરમાર બંન્ને વાહનો સ્થળ પર મુકી નાસી ગયા હતા.

પોલીસે બંન્ને વાહનોમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નંગ. 3768 કિંમત રૂા. 4 લાખ 79 હજાર 40ના જથ્થા સાથે બંન્ને વાહનો મળી કુલ રૂા. 10 લાખ 30 હજાર 40નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ઉપરોક્ત ચારેય ઈસમો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...