તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:દાહોદ, બારિયા અને ઝાલોદના વિકાસ માટે રૂપિયા 3.12 કરોડના ચેક અર્પણ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરોના વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત સંપન્ન કરાયાં

રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, દાહોદમાં આજે ત્રણે મહાનગર પાલિકાઓને નગરોના સર્વાગી વિકાસ માટે ચેક આપવામાં આવ્યા છે. જેમાં દાહોદ નગરપાલિકાને રૂ. 1.50 કરોડ, ઝાલોદ નગરપાલિકાને રૂ. 1,12,50,000 તેમજ દેવગઢ બારીયા નગરપાલિકાને રૂ. 50 લાખના ચેક આપવામાં આવ્યા છે. જેથી દાહોદની ત્રણે નગરોનો સર્વાગી વિકાસ થઇ શકે. અત્યારે સ્માર્ટ સિટી હેઠળ રૂ. 559 કરોડના વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે અને તેના વિવિધ પ્રોજેક્ટ થકી દાહોદ નગર તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથેનું સ્માર્ટ સીટી બની જશે.

આ ઉપરાંત દાહોદ નગરપાલિકા વિસ્તારમાં સીસી રોડના કામોનું પણ આજે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં સીસી રોડના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનનાં કામો, પાણીપુરવઠા તેમજ લાઇટનાં કામો, બોક્ષ કલવર્ટનું કામ વગેરે કામોના પણ ખાતમુહૂર્ત થકી ઝાલોદ નગરનાં વિકાસને નવી પાંખો મળશે. જેનું આજે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, દેવગઢ બારીયામાં માન સરોવર રીટેઇનીંગ વોલ તેમજ ફાટક ફળિયા બોક્ષ કલવર્ટની કામગીરીનો ઇ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીએ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...