તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધૂળેટી પર્વ:દાહોદમાં રંગોત્સવના આગલા દિવસે બજારમાં રોનક દેખાઇ

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી ટાણે વતન આવવાની પરંપરાને નિભાવતા આદિવાસી
 • બસ, જીપ સહિતના વાહનોમાં બેસવા પ્રજા માસ્ક વગર જોવા મળી

આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ પંથકમાં હોળી ધૂળેટીના પર્વનું અનન્ય મહત્વ છે. ત્યારે આ વખતે હોળીના આગલા દિવસે ગુજરાતના વિવિધ પ્રાંતોમાં મજૂરી કામ કરતા આદિવાસીઓ ‘દિવાળી તો અઠેકઠે, પણ હોળી તો ઘરે જ’ ઉક્તિ અનુસાર દાહોદ પરત આવવાનો આરંભ થતા બજારોમાં ક્ષણિક રોનક દેખાઇ હતી.

દાહોદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ પોતાના ઘરે જવા માટે બસ, જીપ સહિતના વાહનો દ્વારા દાહોદ સુધી પહોંચતા થયેલા ટોળાબંધ ગ્રામજનો પૈકી અમુક જ લોકો કોરોનાકાળમાં કેળવવા પાત્ર સોશિયલ ડિસ્ટન્સ કે માસ્કના નિયમોને અનુસરતા નજરે ચડ્યા હતા. ગત વર્ષે હોળીનું પર્વ સમાપ્ત થયા બાદ કોરોનાનો ફેલાવો વધતા લોકડાઉન અમલી બનેલ એટલે ગયા વર્ષે તો રંગોત્સવ પરંપરાગત ઢબે ઉત્સાહભેર ઉજવાયો હતો. તેની સામે આ વખતે ઉજવણી ફિક્કી રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો