મહિલા સુરક્ષા માટે ઝુંબેશ:દાહોદ જિલ્લામાં મહિલાઓની છેડતી કરનારા રોમિયોની હવે ખેર નહી, સી ટીમે વિવિધ સ્થળે કાર્યક્રમો યોજી મહિલાઓને જાગૃત કરી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલોદ ખાતે બીએમ ગર્લ્સ સ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 600 છાત્રાઓને માહિતગાર કરાયા

દાહોદ જિલ્લામાં મહિલાઓને જાગૃત કરવા, મહિલા સશક્તિકરણના ભાગરૂપે સી ટીમ એક ઝુંબેશ સાથે કામ કરી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શનમાં મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ સી ટીમ વિવિધ સ્થળે કાર્યક્રમો યોજીને મોટી સંખ્યામાં મહિલાઓને જાગૃત કરવાનું કામ કરી રહી છે. સી ટીમ દ્વારા ઝાલોદ ખાતે આવેલી બી.એમ. ગલ્સ સ્કુલમાં મહિલા પોલીસ સ્ટેશન અને ઝાલોદ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા 600 થી વધુ છાત્રાઓને સી ટીમની કામગીરી અને સી ટીમ કઇ રીતે તેમને મદદરૂપ થઇ શકે તેમજ સંપર્ક કઈ રીતે કરવો વગેરે સમજ અપાઇ હતી. શાળાની છાત્રાઓએ સમગ્ર કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લીધો હતો.

ગુડ ટચ, બેડ ટચની સમજ અપાઇ
પોલીસ અધિક્ષક બલરામ મીણાના તથા મદદનીશ પોલીસ અધિક્ષક જગદીશ બાંગરવાના જરૂરી માર્ગદર્શન હેઠળ મહીલા પોલીસ સ્ટેશનમાં સી-ટીમની કામગીરી કરતા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.કે.પટેલ તથા હેડ કોન્સ્ટેબલ ઇતલીબેન, લોકરક્ષક જસ્મિનીબેન સહિતની સી ટીમ દ્વારા જાહેર જગ્યા, બસ-સ્ટેશન ખાતે, અભ્યાસ, નોકરી અર્થે તેમજ અન્ય કામગીરી માટે મુસાફરી કરતી મહીલાઓની તથા ગૃહ ઉધોગનુ કામ કરતી મહિલાઓની મુલાકાત લઇને તેઓને જાહેર જગ્યા પર થતા સ્ત્રી- અત્યાચારને લગતા ગુના જેવા કે છેડતી, શારીરિક-માનસીક ત્રાસ, કામકાજના સ્થળે થતુ જાતિય શોષણ, બ્લેકમેઇલ તથા બાળ-લગ્ન, સ્ત્રી-ભ્રુણહત્યા વગેરેની કાયદાકીય માહિતી આપવામાં આવે છે.

સી-ટીમનો સપર્ક કઈ રીતે કરવો તેની માહિતી અપાઈ
સી ટીમનો સંપર્ક કેવી રીતે કરવો જણાવાયું હતું. તદ્દઉપરાંત રાતના સમયે જ્યારે મહિલા ઘરની બહાર હોય અને અસલામતી અનુભવે ત્યારે સી-ટીમ તેમને કઇ રીતે મદદરુપ થઇ શકે અને સી-ટીમનો સપર્ક કઈ રીતે કરવો તેનાથી માહિતગાર કરવામા આવે છે. આજુ-બાજુમાં અઇચ્છનિય બનાવ બનતો જણાય તો સી-ટીમનો સંપર્ક કરવા પણ માહિતી અપાઇ હતી. સી ટીમ દ્વારા સિનિયર સીટીઝનની સુરક્ષા માટે પણ કામગીરી કરવામાં આવે છે.

કિશોરીઓને જાગૃત કરાઈ
સી ટીમ દ્વારા ઝાલોદ ખાતે આવેલી બી.એમ. ગલ્સ સ્કુલમાં મહિલા પોલીસ સ્ટેશન અને ઝાલોદ પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા 600 થી વધુ છાત્રાઓને સી ટીમની કામગીરી અને સી ટીમ કઇ રીતે તેમને મદદરૂપ થઇ શકે તેમજ સંપર્ક કઈ રીતે કરવો વગેરે સમજ અપાઇ હતી. શાળાની છાત્રાઓએ સમગ્ર કાર્યક્રમમાં રસપૂર્વક ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...