• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • The Unpaved Roads Of The Hinterland Villages Of The District Including Dahod City Will Now Be Paved, Rs. 10 Crore Work Sanctioned

ગ્રામ સડક યોજના:​​​​​​​દાહોદ શહેર સહિત જિલ્લાના અંતરિયાળ ગામોના કાચા રસ્તા હવે પાકા બનશે,  રૂ. 10 કરોડના કામ મંજૂર

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જિલ્લામાં રૂ. 10 કરોડના રસ્તાના કામ મંજૂર કરાયા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ દાહોદ તાલુકાના 10 કરોડના રસ્તાના કામ મંજૂર કરવામાં આવ્યા છે. દાહોદ તાલુકાના નગર વિસ્તાર સહિત અંતરિયાળ ગામોના કાચા રસ્તાઓ પાકા બનતાં નગરજનો તેમજ ગ્રામજનોની સુવિધામાં વધારો થશે. આ રૂ. 10 કરોડના કામો અંતર્ગત ભાટીવાડા ગામતળ વિનોદભાઇ ઘરથી તળાવને જોડતો ડામરનો રોડ, દાહોદ એમજીવીસીએલની ઓફિસમાંથી એપીએમસી ગેટ નં. 3 થઇ રળીયાતી, લક્ષ્મીનગરને જોડતો ડામરનો રોડનું કામ, રાછરડા રોઝ ફળિયા પ્રાથમિક શાળાથી મહુડી ફળિયા ખેંગ રોડ સુધી માટી મેટલ ડામર રોડનું કામ, નવાગામ પંચાયત ઓફિસથી રવાળીખેડા જતા માટી મેટલ ડામર રોડનું કામ, દાહોદ ચાકલીયા મુખ્ય રોડથી ઘડા ફળિયા થઇ ખરોડા ગામતળ સુધી માટી મેટલ ડામર રોડનું કામ કરાશે.

આ ઉપરાંત ખરોદા ગામે મુંડીયા ફળિયા પ્રાથમિક શાળા વર્ગથી ચાકલીયા મેઇન રોડને જોડતા માટી મેટલ ડામર રોડનું કામ, ખરોદા ગામે આલની તળાઇ પ્રાથમિક શાળા સુધી માટી મેટલ ડામર રોડનું કામ, છાપરી ગામે ઝાલોદ મુખ્ય રોડથી બાબુ નન્સુ હઠીલાના ઘર આગળથી અંઘશાળા સુધી, મંડાવાવ ટાંડા રોડથી સબરાળા ડાંગી ફળીયા સુધી, ગલાલીયાવાડ ખરેડી મુખ્ય રોડથી હઠીલા ફળીયા થઇ દેલસર રોડને જોડતો ડામર રોડ, હિમાલા ગામે ભાભોર ફળીયા સ્મશાન ઘાટ સુધી ડામર રોડ, ગલાલીયા વાડ નદી ફળીયા ડામર રોડથી વજુ ભૂરીયાના પરા સુધી ડામર રોડ, ખરોદા ગામે આલની તળાઇ ડામર રોડથી સ્મશાન ઘાટ સુધી, ખરોદા ગામે સંગાડા ફળીયા, રાણા ફળીયાના ડામર રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...