ભાસ્કર વિશેષ:સંજેલી એપીએમસીમાં ખેડુતો તેમજ મજુરો માટે રેન બસેરાની વ્યવસ્થા કરવા સાંસદને રજૂઆત

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવીન ઓફિસ બિલ્ડીંગનું સાંસદના હસ્તે ઉદ્દઘાટન કરાયું હતું

સંજેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મુખ્ય યાર્ડના નવીન ઓફીસ બિલ્ડીંગનું ઉદ્ઘાટન સાંસદ જશવંતસિંહ ભાભોર દંડક રમેશ કટારા અને જિલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર તેમજ ચેરમેન સહિત ડિરેકટરો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રિબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, સંજેલી ખાતે ઝાલોદ રોડ પર આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ 57 લાખના ખર્ચે બનેલ નવીન ઓફીસ બિલ્ડીંગનું મંગળવારના રોજ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.સાંસદ જશવંતસિંહ ભાભોરે રિબીન કાપી ખુલ્લું ઓફિસ બિલ્ડિંગને મૂક્યું હતું.

દંડક રમેશભાઇ કટારા દ્વારા વિરોધ પક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કૉગ્રેસ જીરો સાતમાં છે અને આમ આદમી પાર્ટી પણ પતી ગઈ, ભાજપના નેતા આગેવાનો અને કાર્યકર્તાઓની જેમ આમ આદમી પાર્ટીના કેજરીવાલ વિકાસના કામો માટે ઘરે ઘરે અને ગામે ગામે નથી આવવાની સાંસદ જશવંતસિંહ ભાભોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી ની સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જે યોજનાઓ ગામે ગામ તેમજ ફળિયે ફળિયે સુધી લોકો સુધી પહોંચાડવાની કાર્યકર્તાઓને હાકલ કરી હતી. ઉપસ્થિતમા માજી તાલુકા પ્રમુખ દ્વારા સંજેલી ખાતે જ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે જેથી ખેડુતોને દુર દુર સુધી જવું ના પડે તે માટે રજુઆત કરી હતી. તેમજ ગ્રામજનો દ્વારા સંજેલી ખાતે એમજીવીસીએલની તાલુકાની ઓફિસ બનાવવા માટે દંડક રમેશ કટારા ને રજુઆત કરવામાં આવી હતી.

સાથે સાથે ખેડૂતો અને મજુરો દ્વારા એપીએમસી ખાતે મજુરો તેમજ ખેડુતો માટે રેન બસેરાની વ્યવસ્થા કરવા માટે પણ સાંસદ જશવંતસિંહ ભાભોરને રજૂઆત કરવામાં આવી હતી.ઑફિસ બિલ્ડિંગના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં ચેરમેન માનસિંગભાઇ રાવત સેક્રેટરી પ્રકાશ જે દશમા, ડિરેકટરો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ જિલ્લા તાલુકા સભ્યો સરપંચો વેપારી મિત્રો ખેડૂત મિત્રો અને મજુર મિત્રો તેમજ એપીએમસી નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...