તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થાને ઠેસ:દાહોદના નસીરપુર ગામના સ્મશાનગૃહમાં વિધર્મીઓ દ્વારા ધાર્મિક પ્રતિમાઓને નુકસાન પહોંચાડાયું, પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરની દાન પેટીમાંથી 3000 રૂપિયાની લૂંટ પણ ચલાવી હોવાની ફરિયાદ

દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ હિન્દુ સ્માશાન ગૃહ ખાતે રવિવારે એક વિધર્મી દ્વારા સ્મશાનગૃહની ભગવાન ભેરૂનાથની પ્રતિમાના વાહન શ્વાન (કાળીયો) ને તોડી નાંખી નુકસાન પહોંચાડવામા આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. હિન્દુ આસ્થાને ઠેંસ પહોંચે તેવા કૃત્ય બદલ કુલ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દાહોદ તાલુકાના મોટાઘાંચીવાડ વિસ્તાર પટેલીયાવાડમાં રહેતાં નરેશભાઈ રમેશભાઈ પસાયા દાહોદ તાલુકાના નસીરપુર ગામે આવેલ હિન્દુ સ્માશાનગૃહમાં ચોકીદાર તરીકે ફરજ બજાવે છે. ગત તા.5 મી સપ્ટેમ્બરાના રોજ નરેશભાઈ તથા તેમની સાથે કેટલાંક વ્યક્તિઓ સ્મશાનગૃમાં મંદિરમાં સેવા કરવા ગયાં હતાં. આ દરમિયાન ત્યાં અરબાજ રસિકભાઈ પાટુક (રહે. કસ્બા, દાહોદ) ત્યાં આવ્યો હતો અને સ્મશાનગૃમાં આવેલ ભેરૂજી મંદિરમાં મુકી રાખેલ ભગવાન ભેરૂનાથ પ્રતિમાના વાહન શ્વાન(કાળીયો) ને તોડી નાંખી હતી. આ જોઈ નરેશભાઈ તથા તેમની સાથેના માણસોએ પોતાની લાગણી દુભાતા આવું ન કરવા જણાવ્યું હતું .ત્યારે અરબાજ પોતાની સાથે હુસેન એહસાન શેખ, મુસ્તકીન અખ્તર સામ, જુનેદ ઉર્ફે આફ્રીદી જાકીરભાઈ સામદ અને સોહીલ સોએબ સામદ (તમાર રહે. કસ્બા, ઘાંચીવાડ, દાહોધ)ને સાથે લાવ્યો હતો અને ઉપરોક્ત પાંચેય જણાએ સ્મશાનગૃહના ચોકીદાર નરેશભાઈ તથા તેમની સાથેના માણસોને બેફામ ગાળો બોલી, જાતિ અપમાનીત કર્યાં હતાં અને મંદિરની પારદર્શી દાન પેટીમાંથી રોકડા રૂપિયા 3000 લૂંટ ચલાવી નરેશભાઈ તથા તેમની સાથેના માણસોને મારી નાંખવાની ધમકીઓ આપી નાસી ગયાં હતાં.

આ સંબંધે સ્મશાનગૃહના ચોકીદાર નરેશભાઈ રમેશભાઈ પસાયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

તપાસ DySPને સોંપવામાં આવી છે
બનાવ અંગેની જાણ થતાં તે વેરીફાઈ કરીને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો છે. તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. >એમ.એફ ડામોર, પીએસઆઇ, દાહોદ તાલુકા

રાત્રે આખા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સ્મશાન સ્થિત મંદિરમાં પ્રતિમા ખંડિત કરવાની ઘટનાના કોઇ ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસ તત્કાળ એક્શનમાં આવી હતી. રવિવાર રાત્રે આખા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રોષે ભરાયોલા લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે ધસી ગયા
આ ગંભીર ઘટનાની જાણ થતાં લોકો સ્મશાને ધસી ગયા હતાં. ઉપરાંત ફરિયાદની જાણ થતાં પોલીસ મથકે પણ લોકો દોડી ગયા હતાં. જ્યાં હિનકૃત્ય કરનારાને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...