દાહોદ શહેર સહિત જિલ્લામાં વિતેલો સપ્તાહ ઠંડી મામલે આકરો રહ્યો હતો. તાપમાનનો પારો ગગડીને એક તબક્કે 6.7 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો ત્યારે છેલ્લા કેટલાંક દિવસોથી ઠંડીનો પારો ઉંચે જતાં લોકો રાહત અનુભવી રહ્યા છે. છેલ્લા 7 દિવસોમાં તાપમાનનો પારો 8 ડિગ્રી ઉંચે જતાં પ્રજા રાહત અનુભવી રહી છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં તાપમાનમાં ઘટાડાને કારણે ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે દાહોદવાસીઓ થરથર ધ્રુજતા જોવા મળ્યા હતાં. દાહોદમાં દિવસે પણ સ્વેટર અને શાલમાં ફરવાની નગરજનોને ફરજ પડી હતી. છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો ઉંચકાતા હવે દિવસ દરમિયાન રાહત અનુભવાઇ રહી છે.
સાંજપડતાં ઠંડી ધીમે-ધીમે પોતાની પકડ મજબુત બનાવે છે. જોકે, ગત સપ્તાહ જેટલી તે અસહ્ય નહીં હોવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. 17મી તારીખે તાપમાનનો પારો 6.7 ડિગ્રી નોંધાયો હતો ત્યારે 24 જાન્યુઆરી મંગળવારના રોજ આ પારો પરોઢના 5.30 વાગ્યે 14 ડિગ્રી નોંધાયો હતો. હવે ધીમે-ધીમે ઠંડીમાં ક્રમશ: ઘટાડો નોંધાતો જોવા મળી રહ્યો છે.
પરોઢના પાંચ વાગ્યાનો પારો
- 17 જાન્યુ-6.7 ડિગ્રી } 18 જાન્યુ-9 ડિગ્રી } 19 જાન્યુ-10 ડિગ્રી } 20 જાન્યુ.14 ડિગ્રી } 21 જાન્યુ-13 ડિગ્રી } 22 જાન્યુ-13 ડિગ્રી } 23 જાન્યુ-14 ડિગ્રી } 24 જાન્યુ-14 ડિગ્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.