ભાસ્કર વિશેષ:દાહોદમાં ગાંધી જયંતીના દિવસે રેકોર્ડ બ્રેક 88,390ની ખાદીનું વેચાણ ,સામાન્ય દિવસોમાં 2000ની જ વેચાય છે

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર સહિત જિલ્લામાં ગાંધી જયંતીની ઉત્સાહભેર ઉજવણી : શાળાઓમાં ગાંધી ચરિત્ર વાગોળાયું

દાહોદ શહેરમાં શનિવારના રોજ ગાંધી જયંતિની ધુમધામથી ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં સવારથી જ ભાજપ- કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સાથે શહેર સહિત જિલ્લાની શાળાઓમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ગાંધી ચરિત્ર અને તેમના જીવન અંગેની વાતો કરવામાં આવી હતી. શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા પરોઢના સમયે પ્રભાતફેરીના આયોજન સાથે ગાંધી ગાર્ડનમાં જઇને ગાંધીજીની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી હતી.

આ સાથે શહેરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા પણ ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યુ હતું. દાહોદ શહેરમાં ગાંધી જયંતિએ ખાદી ખરીદવાનું ચલણ પણ જોવા મળ્યુ હતું. શહેરના એમ.જી રોડ ઉપ પંચશીલ ખાદી ગ્રામોધ્યોગના મેનેજર ચંદ્રેશ શાહે જણાવ્યુ હતું કે, સામાન્ય દિવસોમાં 1500થી 2000ની ખાદીનું વેચાણ થાય છે. ગાંધી જયંતિ હોવાને કારણે શનિવારે ગુજરાત ખાદી 59,890 અને પોલીવસ્ત્ર ખાદી 28,500ની વેચાઇ હતી. તેમાં લોકોએ હાથ રૂમાલ, લેંઘા ઝબ્બા અને પેન્ટ-શર્ટના કાપડની ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...