રિકન્ટ્રક્શન:દાહોદથી ભાણપુરના જંગલ સુધી જઇ મર્ડરનું રિકન્ટ્રક્શન કરાયું

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રેકઅપ કરવાનું કહેતાં યુવકે યુવતીની ઘાતકી હત્યા કરી હતી
  • કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા : કાળીતળાઇમાં મોબાઇલ શોધવામાં નિષ્ફળતા

દાહોદ શહેરની કૃતિકા બરંડાને નાના વાંદરિયા ગામના મેહુલ પમારે સાત બંગલા વિસ્તારમાં બોલાવીને તેની ઉપર ચાકુથી હુમલો કર્યા બાદ મોઢુ દાબીને તેની હત્યા કરી દીધી હતી.ત્યાર બાદ પોતાના બે સગીર મિત્રોની મદદથી યુવતિની લાશ મોપેડ ઉપર સંજેલી નજીકના ભાણપુરમાં વડવાલા જંગલમાં લઇ જઇ ઓળખ છુપાવવા સળગાવી દીધી હતી. આ સાથે કૃતિકાનું એક્ટિવા મોપેડ પણ ગેરેજમાં ખોલાવી નાખીને તેના પાર્ટસ પણ સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો.

મંગળવારે યુવતિની લાશ મળ્યા બાદ એલસીબીએ એક જ રાતમાં ગુનાનો ભેદ ઉકેલી નાખી મેહુલ અને તેના બે સગીર મિત્રોની ધરપકડ કરી હતી. સંજેલી પીએસઆઇ જી.બી રાઠવાએ ગુરુવારના રોજ દાહોદના સાત બંગલાથી માંડીને ભાણપુરના જંગલ સુધી મેહુલ અને તેના મિત્રો લાશ લઇને જે-જે રસ્તે ગયા હતા, તે તમામ રસ્તે ફર્યા હતાં. સાત બંગલા પાસેના તળાવમાં તરવૈયાઓને ઉતારતાં મેહુલે ફેંકેલું ચાકુ તો મળી આવ્યુ હતું

પરંતુ કાળીતળાઇમાં પાણી વધુ હોવાથી તેમાં ફેંકેલું કૃતિકાનો મોબાઇલ મળ્યો ન હતો. મેહુલને કોર્ટમાં રજૂ કરીને પીએસઆઇ રાઠવાએ યુવતિનું પર્સ, ડોક્યુમેન્ટ, જેકેટ, મેહુલે પહેરેલા કપડા કબજે લેવાના બાકી છે તેમજ આ પ્રકરણમાં અન્ય કોઇની સંડોવણી છે કે નહીં તે જાણવાનું પણ બાકી હોવાના મુદ્દા રજૂ કર્યા હતાં. તેના આધારે કોર્ટે મેહુલને પાંચ દિવસના રિમાન્ડ ઉપર રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...