આદેશ:દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના શરૂ કરવા રેલવે બોર્ડનો આદેશ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના સાંસદ સતત પ્રયત્નશીલ રહેતાં સફળતા
  • યોજના 1 વર્ષ કરતાં વધુ સમયથી હોલ્ડ પર મુકાઇ હતી

કોરોના મહામારીને કારણે એક વર્ષ પહેલાંથી રોકાયેલુ દાહોદ-ઇન્દૌર રેલવે લાઇનનું કામ ટુંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડે ગુરુવારે આ માટેના આદેશ આપી દીધા છે. પરિયોજનાને ચાલુ કરાવવા માટે સતત પ્રયાસ કરી રહેલાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવથી પણ મુલાકાત કરીને રજૂઆત કરી હતી. તેના પરિણામે રેલવે બોર્ડે યોજનાને પુન: પાટે ચઢાવવા મંજુરી આપી દીધી છે. 2008માં કામ શરૂ કરીને રેલવેએ 2022માં કામ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો. જેમાં તેને નિષ્ફળતા મળી છે. વર્તમાનમાં 205 કિમી દાહોદ-ઇન્દૌર રેલ પરિયોજનાનું થોડુ કામ થઇ ચુક્યુ છે જ્યારે મોટાભાગનું કામ બાકી છે.

સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યુ હતું કે, આ રેલવે લાઇનથી આદિવાસી વિસ્તાર સીધા મુખ્ય શહેરોથી જોડાઇ જશે. ત્યાર બાદ વિકાસ કાર્યમાં વધુ ઝડપ આવશે.જેથી કામ શરૂ કરાવવા સતત પ્રયાસ કરાઇ રહ્યો હતો. તેમાં સફળતા મળી ગઇ છે. રેલવેથી સતત અપડેટ લઇશુ. પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યુ હતું કે, રેલવે બોર્ડની મંજુરી મળી છે. જે મુજબ રેલવે વહેલામાં વહેલી તકે કામ શરૂ કરાવશે.

પરિયોજનાનો ખર્ચ બમણો થઇ ગયો
2008માં 205 લાંબી દાહોદ-ઇન્દૌર રેલવે લાઇનનો ખર્ચ 678 કરોડ આંકવામાં આવ્યો હતો. જે હવે વધીને લગભગ 1640 કરોડ થઇ ગયો છે. 8 ફેબ્રુઆરી 2008માં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા શિલાન્યાસ બાદથી 2019 સુધી યોજના ઉપર 700 કરોડ રૂપિયા ખર્ચાઇ ચુક્યા છે. એટલું જ નહીં પરિયોજનામાં આશરે 646.31 હેક્ટર જમીન હાલ પણ એક્વાયર નથી થઇ. તેમાં 536.46 હેક્ટર જમીન ખાનગી અને 64.55 હેક્ટર જમીન વન વિભાગની છે. ઇન્દૌરથી પીથમપુર થઇ ગુણાવદ સુધી 22 કિમી અને દાહોદથી કતવારા સુધી 10 કિમીમાં પાટા પથરાયા છે. ઇન્દૌરથી ધાર સુધી નાના-મોટા મળીને 12 પુલ બનાવવાનું આયોજન છે.

રતલામ-ડુંગરપુર-બાંસવાડા રેલવે લાઇન હવે બે ભાગમાં પથરાશે
રેલવે અને રાજસ્થાન સરકારની નવી કવાયદ મુજબ 191.74 કિમી લાંબી ડૂંગરપુર-બાંસવાડા-રતલામ નવી રેલ પરિયોજનાને હવે બે ભાગમાં પૂરી કરાશે. એક ફેઝ ડૂંગરપુરથી બાંસવાડા અને બીજો ફેઝ બાંસવાડાથી રતલામ રખાશે. બે ચરણમાં કામ થવાથી વર્તમાન ખર્ચ 4262 કરોડ રૂપિયા બે ભાગમાં વહેંચાઇ જશે. તેનાથી બજેટ મળવામાં પણ સરળતા થશે. આ રકમ 2017માં રિવાઇઝ કરેલા એસ્ટીમેટની છે. ચાર વર્ષમાં 10 ટકાના હિસાબે 639 કરોડ રૂપિયાની વૃદ્ધિ બાદ પ્રોજેક્ટ 4901 કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યુ છે. રાજસ્થાન સરકાર એક સાથે આટલી મોટી રકમ ખર્ચવામાં અસક્ષમ છે. માટે હવે પ્રોજેક્ટને બે ભાગમાં તોડીના આગળ વધારવામાં આવશે. જોતે, સરકાર અને રેલવે આ બાબતે અંતિમ નિર્ણય હાલ સુધી લીધો નથી.

અન્ય સમાચારો પણ છે...