• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Raid On Fireworks Shops Of Hindu Organizations In Dahod, Protest Against Sale Of Fireworks With Pictures Of Gods And Goddesses

વિરોધ:​​​​​​​દાહોદમાં હિન્દુ સંગઠનોની ફટાકડાની દુકાનો પર રેડ, દેવી-દેવતાઓના ચિત્રો વાળા ફટાકડાના વેચાણનો વિરોધ

દાહોદએક મહિનો પહેલા
  • જે દુકાનેથી આવા ફટાકડા મળ્યા તેને જપ્ત કરી તેનો નાશ કરાયો હિન્દુ દેવી-દેવતાના ચિત્રવાળા ફટાકડાનું વેચાણ ન કરવા વેપારીઓને કરાઈ અપીલ

દાહોદ શહેરમાં ફટાકડાના વેચાણમાં હિન્દુ દેવી-દેવતાના ફોટા વાળા ફટાકડાના વેચાણનો દાહોદ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. આવા ફટાકડાના જથ્થાનો આ સંગઠનોએ ફટાકડાની દુકાને દુકાને જઈ નાશ પણ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવાળીના તહેવારની ઉજવણી કરવા પ્રજાજનો થનગની રહ્યાં છે અને એમાંયે ખાસ કરીને ફટાકડા ફોટડવાના શોખીન એવા દાહોદવાસીઓ ફટાકડાની ખરીદી કરતાં પણ જોવા મળ્યા હતા. ત્યારે બીજી બાજુ આ વખતે દાહોદના હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ દેવી-દેવતાના ચિત્રવાળા ફટાકડાના વેચાણનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. આવા સંગઠનના કાર્યકરો દુકાને-દુકાને તપાસ કરીને આવા ફટાકડાનો નાશ પણ કરતા જોવા મળ્યા હતા. દાહોદના યસ માર્કેટ અને કેશવ માધવ રંગમંચ ખાતેના ફટાકડા બજારમાં હિન્દુ સંગઠનો પહોંચ્યા હતાં અને ફટાકડાનું વેચાણ કરતાં દુકાનદારોને હિન્દુઓની લાગણી દુભાય તેવા હિન્દુ દેવી-દેવતાના ચિત્રવાળા ફટાકડાનું વેચાણ ન કરવા ફટાકડાના વેપારીઓને અપીલ પણ કરાઈ હતી. સાથે જ આવા ફટાકડાના જથ્થાઓનો નાશ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...