ઉમેદવારોનો અંતિમ દિવસે રાફડો:અંતિમ દિવસે જ ફોર્મ ભરવા લાઇનો લાગી : ગોધરામાં 15 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં છ બેઠકો માટે કુલ 76 ઉમેદવારી પત્રો ભરાયા
  • સૌથી​​​​​​​ વધુ ઝાલોદ અને સૌથી ઓછા ફતેપુરામાં

દાહોદ જિલ્લામાં ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે છ બેઠકો ઉપર રાજકિય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ 28 ફોર્મ ભર્યા હતાં. ઉમેદવારી પત્રો ભરવાની શરૂ થયેલી પ્રક્રિયા બાદ 17મી તારીખે અંતિમ દિવસ સુધી કુલ 76 ફોર્મ ભરાયા હોવાનું સામે આવ્યુ છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ 21મીએ પાછા ખેંચવાની તારીખે જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. અંતિમ દિવસે લીમખેડામાં 8, દાહોદમાં પાંચ, ઝાલોદમાં 13, ગરબાડામાં 3, દેવગઢ બારિયામાં બે ફોર્મ ભરાયા હતાં. ફોર્મ પરત ખેંચવાની તારીખ બાદ ચિત્ર સ્પષ્ટ થશે

કઇ બેઠક કેટલાં ફોર્મ ભરાયા
} ઝાલોદ - 18 } લીમખેડા - 08 } ગરબાડા - 17 } દેવગઢ બારિયા - 11 } દાહોદ - 15 } ફતેપુરા - 07

અન્ય સમાચારો પણ છે...