તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઢાળિયામાં રાખેલો દારૂ બિયરનો જથ્થો ઝડપાયો, 27240 રૂ.ની 201 બોટલ જપ્ત કરાઇ

દાહોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઝાલોદ તાલુકાના મુણધા ગામેથી ઘરના પાછળના ભાગે બનાવેલા ગાડીમાં રાખેલો 27,240 રૂ.નો દારૂ બિયરનો જથ્થો લીમડી પોલીસે ઝડપી પાડ્યો હતો. હાજર નહીં મળી આવેલા બુટલેગર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. ઝાલોદ ડીવાયએસપી બી.જી. જાદવ તથા ઝાલોદ સર્કલ પીઆઇ ડી.આર. સંગાડાના માર્ગદર્શનમાં મંગળવારે લીમડી પીએસઆઈ ડામોર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મુણધા ગામના સંગાડા ફળિયામાં રહેતો ભરત વરશીંગ સંગાડા તેના મકાનના પાછળના ભાગે બનાવેલા ઢાળીયામાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો રાખ્યો હોવાની પી.એસ.આઈ.ને બાતમી મળી હતી.

જેના આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પોલીસને જોઇ બુટલેગર નાસી ગયો હતો. પોલીસે ઘર તથા પાછળના ભાગે બનાવવાના ઢાળીયામાં તલાશી લેતા ઢાળીયામાંથી વિદેશી દારૂ તથા બિયરની ફુલ નંગ 201 બોટલો જેની કિંમત 27,240ની મળી આવી હતી. જથ્થો કબજે લઇ બુટલેગર ભરત સંગાળા સામે લીમડી પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...