તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સસ્તા અનાજની દુકાનમાંથી વગે કરાતો જથ્થો ઝડપાયો

દાહોદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જસુણી તરફ લાવતા ટેમ્પોને ગ્રામજને પકડ્યો

સંજેલી તાલુકા સહિત જુસ્સા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા પ્રધાનમંત્રી યોજના હેઠળ ગરીબોને મફતમાં ચણાનો જથ્થો આપવા માટે ફાળવવામાં આવ્યો હતો.પરંતુ સંચાલક દ્વારા ગરીબોને આપવાને બદલે બારોબાર સગેવગે કરતા ચણા, ચોખા, ખાંડ, તેલ સહિતનો જથ્થો જુસ્સાથી જસુણી તરફ ટાટા એસી જીજે 20 યુ 4877મા લઇ જવામા આવતો હતો. તે દરમિયાન સરપંચના સસરાને જાણ થતા વાહનને મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુરવઠા મામલતદારને જાણ કરી સ્થળ પર જ બોલાવી સોંપી દેવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ સ્થળ પર દોડી આવી ઝડપાયેલા જથ્થાનો કબજો મેળવી કુલ 22,150 રૂપિયાનો ગેરકાયદેસર સગેવગે થતો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, દુકાન સંચાલક દ્વારા અગાઉ પણ જથ્થો સગેવગે કરતા ઝડપાયો હતો. લગભગ બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ચાર વર્ષ બાદ વર્ષ 2019માં દુકાનનો પરવાનો આપ્યો હતો.

કેટલાય મહિનાથી પુરતુ અનાજ અપાતું નથી.
સંચાલક દ્વારા છેલ્લા કેટલાય મહિનાથી પુરતો અનાજનો જથ્થો આપવામાં આવતો નથી. તેમજ ચણાનો જથ્થો હજી સુધી કોઈને પણ આપવામાં આવ્યો નથી. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતા ધ્યાને ન લેતા ગરીબોને આપવા માટેનો ચણાનો જથ્થો બારોબાર સગેવગે કરતા હોવાથી વાહન સાથે ઝડપી પાડી પુરવઠા મામલતદારને સોંપી દેવામાં આવ્યો છે. - ભાવસીંગભાઇ રાવત., વાહન પકડનાર ગ્રામજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો