કોરોનાનો કહેર:દાહોદમાં માસ્ક વગર ફરતા નાગરિકો સામે દંડનીય કાર્યવાહી

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા કુલ 2399 વ્યક્તિને 5,74,800 નો દંડ કરાયો

દાહોદ જિલ્લા પોલીસે માસ્ક ન પહેરનારા બેજવાબદાર નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા બે દિવસમાં એક હજાર જેટલા લોકો સામે માસ્ક ન પહેરવા બદલ દાહોદ પોલીસે દંડનીય કાર્યવાહી કરી છે. તેની સાથે જાહેરનામાના ભંગના પણ 70 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે. 

જાહેરનામાના ભંગના પણ 70 જેટલા ગુનાઓ નોંધાયાં
દાહોદ જિલ્લામાં અનલોકના તબક્કામાં કોરોના સંક્રમણના કેસો વધતા જઇ રહ્યા છે ત્યારે નાગરિકો વધુ જવાબદારી દાખવે તે આવશ્યક બની ગયું છે. જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત હોવા છતાં કેટલાંક નાગરિકો બેજવાબદારીભર્યું વલણ દાખવી ખુલ્લા મોંએ બહાર નીકળે છે. તેની સામે હવે દાહોદ પોલીસ પણ સખતાઇ દાખવી રહી છે. એસપી હિતેશ જોયસરે આપેલી માહિતી મુજબ તા.6ના રોજ 475 વ્યક્તિને માસ્ક ન પહેરવા બદલ રૂ. 95000નો દંડ કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં એક હજાર જેટલા નાગરિકો આ બાબતે દંડિત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 2399 વ્યક્તિને રૂ.5,74,800નો દંડ કરવામાં આવ્યો છે. કરફ્યુનો પણ કડક અમલ પોલીસ તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. રાત્રે દસ વાગ્યા પછી બહાર લટાર મારવા નીકળતા નાગરિકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં 73 વ્યક્તિ સામે આવી ફરિયાદો થઇ છે. જ્યારે 72 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...