તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રેન્ડલી માહોલ:દાહોદમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા મનોવૈજ્ઞાનિક તૈયારી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસની ઘાતક બીજી લહેરનો સામનો કર્યા બાદ ત્રીજી લહેર સામેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતા ધ્યાને રાખીને અહીં બાળકો માટે વહીવટી તંત્ર દ્વારા 100 પથારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે એક વર્ષ સુધીના બાળકો માટે 20 નિઓનેટલ વેન્ટીલેટર અને બાકી 20 પીડિઆટ્રિક વેન્ટટીલેટર અને 60 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરાઇ છે. કોરોનાની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. દર વખતે જુદાજુદા વયજુથના લોકો સંક્રમિત થાય છે.

બીજી લહેરમાં પણ આવું બન્યું છે. આ બાબતને ધ્યાને રાખીને ત્રીજી લહેરમાં શું સ્થિતિની સંભાવના હોઇ શકે તેનું વૈજ્ઞાનિક ઢબે આકલન કરવામાં આવી રહ્યું છે. તેના ભાગ રૂપે દાહોદની ઝાયડસ હોસ્પિટલના કોરોના વોર્ડમાં વિવિધ પ્રકારના કાર્ટુનના વોલપીસ બનાવવામાં આવી રહ્યા છે. દવાખાનામાં બહારથી માંડીને છેક અંદર સુધી દિવાલો ઉપર આ પ્રકારના ચિત્રો દોરવામાં આવ્યા છે. બાળકોના કોરોના વોર્ડ ચાઇલ્ડ ફ્રેન્ડલી રહે તે માટે આ ચિત્રો બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...