તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Propaganda By Leaders To Speed Up Vaccination By Eradicating Superstitions And Misconceptions In The Villages Of Dahod District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:દાહોદ જિલ્લાના ગામડાંઓમાં અંધશ્રધ્ધા અને ખોટી માન્યતાઓ દુર કરી વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રચાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રયત્નો - Divya Bhaskar
વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રયત્નો
  • વેક્સિનેશનની ઝુંબેશ ગ્રામ્ય કક્ષાએ વેગવંતી બનાવવા પ્રયત્નો શરુ કરાયા

દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ઝુંબેશ પૂર જોશમા ચાલી રહી છે. તેને ગ્રામ્ય કક્ષાએ વેગવંતી બનાવવા હવે પ્રયત્નો શરુ કરાયા છે. તેના ભાગ રૂપે ગ્રામ્ય નેતાઓને રસીકરણ શરુ કરાયુ છે. જ્યારે બોરવાણી ગામના સરપંચ કલા ભૂરિયાએ આજે વેક્સિન મુકાવયા બાદ જણાવ્યુ હતું કે, વેક્સિન કોરોનાનો રામબાણ ઉપાય છે.

દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ઝુંબેશમાં લોકસહયોગ મળી રહ્યો છે ત્યારે હવે તેને ગામડોમા વેગીલૂ બનાવવામા આવી રહ્યુ છે. કારણ કે જિલલાના ગામડાંઓમા આજે પણ અંધશ્રધધા અકબંધ છે. ભુવાઓ પાસે આજે પણ દોરા ધાગા કરાવાય છે. વેક્સિનેશન મામલે પણ જુદા જુદી મત પ્રવર્તે છે. જેથી ખોટી માન્યતાઓ દુર કરી ગ્રામજનો કોરોનની રસી મુકાવે તેવા પ્રયત્નો શરુ કરાયા છે. જેના ભાગ રૃપે ગામડાંઓના અગ્રણીઓને રસીકરણ કરાવી તેમના દ્વારા પ્રચાર પ્રસાર કરાવાઈ રહ્યો છે. તેના ભાગ રુપે બોરવાણી ગામના સરપંચ કલા નરસિંહભાઇ ભૂરિયાએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ તેમનો અભિપ્રાય ગ્રામ જનો સુધી પહોંચાડવામા આવ્યો છે.

બોરવાણી ગામના સરપંચ કલા નરસિંહભાઇ ભૂરિયા
બોરવાણી ગામના સરપંચ કલા નરસિંહભાઇ ભૂરિયા

બોરવાણી ગામના સરપંચ કલા ભૂરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનના બંને ડોઝ મેં લીધા છે અને આ વેક્સિનના અનુભવને આધારે કહું છું કે આ વેક્સિનની કોઇ આડઅસર નથી. સૌ લોકો જેમનો વારો આવતો હોય તેમણે સત્વરે વેક્સિન લઇ લેવી. સરકાર દ્વારા વેક્સિનેશનની ખૂબ સારી કામગીરી થઇ રહી છે તેમાં સૌ ગ્રામજનોએ સહયોગ કરવો જોઇએ. સરપંચ કલા ભુરીયાની જેવી જ વાત લાખો વેક્સિન લેનારા લોકો પણ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો