ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષા આગામી તા. 18 એપ્રીલના રોજ યોજાશે. દાહોદ નગરનાં કુલ 6 પરીક્ષા કેન્દ્રો ખાતે આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષા શાંત માહોલમાં યોજાય અને કોઇપણ પ્રકારની ગેરરીતિના થાય એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.બી. પાંડોરે એક જાહેરનામા દ્વારા કેટલાંક આદેશો કર્યા છે. તદ્દનુસાર, જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે અને તેના સ્થળનાં આજુબાજુના 100 મીટરના વિસ્તારમાં, પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ અને પરીક્ષા પૂરી થયાના કલાક પછી કે સ્ટાફના રવાના થયા બાદ પરીક્ષા માટે અધિકૃત કર્મચારીઓ, અધિકારીઓ સિવાયના બિનઅધિકૃત વ્યક્તિઓએ એકત્ર થઇ શકશે નહી.
પરીક્ષા કેન્દ્રની કંમ્પાઉન્ડ વોલની બહારની જગ્યાએ વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાસે. અહીં ઉભું રહી શકાશે નહી. જે મુજબ પરીક્ષા દિવસે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી પ્રવેશી શકાશે નહી. જ્યાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રથી 10 મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહી તેમજ એકઠા થઇ શકાશે નહી. પરીક્ષાના ઉક્ત સમય દરમિયાન કોઇ પણ પ્રકારના માઇક, લાઉડ સ્પીકર, વાંજિત્ર વગાડી શકાશે નહી. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પરીક્ષા સંદર્ભે અન્ય એક જાહેરનામા દ્વારા મહત્વના આદશો કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.